જામજોધપુરમાં તલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો : ત્રણ તસ્કર ઝડપાયા
56 મણ તલ, માલવાહક વાહન અને ચાર મોબાઈલ મળી 5.38 લાખનો મુદ્દામાલ જપ્ત
જામજોધપુર ખાતે વાડી વિસ્તારમાં થયેલ તલ ચોરીના ગુમાં પોલીસે ભેદ ઉકેલી રૂા. 5,38,200નો મુદ્દયામાલ કબ્જે કર્યો છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અંગે આપવામાં આવેલ માર્ગદર્શન અને સુચના અનુસંધાને એલ.સી.બી. પીઆઈ કે.કે. કોગીલની રાહબરી હેઠલ પીએસઆઈ એ.એલ. બારસિયા અને એસ.એસ. ચૌહાણ સ્ટાફ સાથે જરૂરી વર્કઆઉટમાં હતાં.
પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ તથા હેડ કોન્સ. હરદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. ક્રિપાલસિંહ ચૌહાણને સંયુક્ત રાહે મળેલ બાતમી હકીકત મુજબ જામજોધપુર ઘાસના ગોડાઉન પાસે આવેલ ફરિયાદીએ સાથમાં રાખેલ વાડની ઓરડીમાંથી તલના બાચકા ચોરીના ગુન્હામાં સંડોવાયેલા સંજય ધીરૂભાઈ લોલડિયા (રહે. ઘાસના ગોડાઉન પાસે, જામજોધપુર જિ. જામનગર), ચેતન રમેશભાઈ પંચાસરા (રહે. ઘાસના ગોડાઉન પાસે, જામજોધપુર જિ. જામનગર) અને રોહિત જેન્તીભાઈ ઝીંઝુવાડિયા (રહે. ઘાસના ગોડાઉન પાસે, જામજોધપુર જિ. જામનગર)ને ઝડપી લીધા હતાં અને તલના બાચકા નંગ 28 (56 મણ), સફેદ કલરની મહિન્દ્રા કંપનીનું માલવાહક જીતો વાહન અને મોબાઈલ ફોન-4 મળી કુલ રૂા. 5,38,200નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.