ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કેશોદમાં નવપરિણીત વકીલે ઝેરી દવા પી કરેલો આપઘાત

11:32 AM Jul 08, 2025 IST | Bhumika
Advertisement

કેશોદમા એક માસ પહેલા જ પરણેલા યુવાન વકીલે રાણીંગપુર ગામે આવાવરૂ સ્થળે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે મૃતક એડવોકેટે સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.

Advertisement

મળતી માહિતી મુજબ કેશોદનાં એરપોર્ટ રોડ ઉપર રહેતા દિવ્યેશ વિષ્ણુભાઇ જેઠાણી નામના વકીલે ગઇકાલે રાણીંગપુર ગામે આવાવરૂ સ્થળે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતક વકીલ પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમા પોતે પોતાનાં નિર્ણયથી આપઘાત કર્યાનુ લખ્યુ છે. સાથો સાથ તેના મૃત્યુ પછી પત્ની, માતા - પિતા, સગા-સબંધી કે, કોઇ પર કાર્યવાહી નહીં કરવા જણાવ્યુ છે. મને કોઇનુ પણ દબાણ હતુ નહીં. આપઘાતનો નિર્ણય મારો પોતાનો છે.

મરણજનાર યુવકના પિતાએ તેના પુત્રની પત્ની અને તેના પરિવાર દ્વારા તેના પુત્રને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી આપધાતનું પગલું ભર્યાનો કર્યો આક્ષેપ કરવામા આવેલ છે.એડવોકેટના આપઘાત અંગે મરણજનારના પિતાએ જણાવ્યુ હતુ કે તેના પુત્રએ તેના જ સમાજની યુવતી સાથે 1 મહિના પહેલાં સિવિલ મેરેજ કર્યા હતાંસિવિલ મેરેજ બાદ કપલ ટુર કરી ગોવાથી પરત ફરેલી યુવતી અને તેનો પરીવાર પુત્રને માનસિક ત્રાસ આપતાં હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે

Tags :
gujaratgujarat newskeshodKeshod newssuicide
Advertisement
Next Article
Advertisement