બાયડ-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત!! કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં છે. આંબલિયારા ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતી બલેનો કાર સાથે બાઈકની જોરદાર ટક્કર થઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બાઈકમાં આગ લાગી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ કાલે (બુધવારે) સાંજે 6 વાગ્યાના આસપાસ ઝાલોદ વિસ્તારનો એક પરિવાર બાઈક પર જઇ રહ્યો હતો. ત્યારે આંબલિયારા ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતી એક બલેનો કાર સાથે બાઈકની ટક્કર થઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બાઈકમાં આગ લાગી હતી. અક્સમાતમાં પતિ-પત્ની અને તેમના બાળકનું મોત થયું છે.
આ ગોઝારા અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા પુરુષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા તેમની પત્ની અને બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.
મૃતકોના નામ
યોગેશ લુજાભાઈ વસૈયા - પતિ (ઉં. 31)
નિરૂબેન યોગેશભાઈ વસૈયા - પત્ની (ઉં. 23)
આરવકુમાર યોગેશભાઈ વસૈયા - પુત્ર (ઉં.7)