રાજકોટ યાર્ડની ચૂંટણી માટે આવતીકાલે યોજાશે સેન્સ પ્રક્રિયા
રાજ્યનું ત્રીજા નંબરનું અને સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું રાજકોટ માર્કેટીંગ યાર્ડના સુકાનીઓની 2 મે 5ૂર્ણ થતા આગામી તા.5 જુલાઇએ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા આવતિકાલે સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે.
તા.5 જુલાઇ યોજાનાર ચૂંટણી અંતર્ગત આવતિકાલે બપોર બાદ યોજાનાર સેન્સ પ્રક્રિયાની ટીમ પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે. તેમાં હસમુખભાઇ હિન્ડોચા, અમીબેન પારેખ અને પ્રદિપધાઇ ખિમાણી સેન્સ પ્રક્રિયા લેશે ત્યારબાદ મવડી મંડળને રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટના આાધારે યાર્ડના નવા સુકાનીઓની નિમણુંક કરવામાં આવશે.
વર્તમાનમાં યાર્ડના ચેરમેન તરીકે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના જૂથના જયેશ બોઘરા વહીવટ સંભાળી રહ્યા છે અને યાર્ડની ચૂંટણીમાં પણ ઇફકોવાળી થવાના એંધાણ વચ્ચે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે ધારાસભ્ય રાદડીયાના જૂથ દ્વારા ફરીથી જયેશ બોઘરા યાર્ડના સુકાની બની રહે તે માટે લોબીંગ શરૂ કરવામાં આવી છે. ગોંડલમાં ચેરમેન અને વાઇસ ચેરમેન રિપિટ થયા છે ત્યારે રાજકોટ યાર્ડમાં સોૈવની નજર ઠરેલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલમાં યોજાયેલ ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલપેશ ઢોલરીયા અને વાઇસ ચેરમેન યથાવત રહ્યા છે. જયારે ઉપલેટા યાર્ડની ચૂંટણીમાં સતાધીશોમાં પરીવર્તન આવ્યું છે.