રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિનિયર સિટિઝન્સને હવે લાઈફ ટાઈમ ફ્રી સિટી બસ પાસ

04:23 PM Jul 24, 2024 IST | admin
Advertisement

કેટેગરીમાં આવતા દિવ્યાંગ વ્યક્તિ સાથે મુસાફરી કરનાર સહાયકને પણ વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળશે

Advertisement

મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરના જણાવ્યા મુજબ રાજકોટ મનપાએ પ્રથમ વખત સીનીયર સીટીઝનો અને દિવ્યાંગો માટે સીટીબસ ફ્રીપાસ યોજના અમલમાં મુકી છે જેમાં હવે સીનીયર સીટીઝનોને લાઈફટાઈમ સીટીબસનો ફ્રી પાસ મળશે તેવી જ રીતે કેટેગરીમાં આવતા દિવ્યાંગની સાથે રહેનાર સહાયકને પણ વિનામુલ્યે મુસાફરીનો લાભ મળશે.

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રાજકોટ રાજપથ લિ. સંચાલિત બી.આર.ટી.એસ. બસ સર્વિસ તથા શહેરી બસ સર્વિસમાં વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટીઝન્સ), જુવેનાઇલ ડાયાબીટીક અને થેલેસેમીયાગ્રસ્ત સહિત દિવ્યાંગોની 21 કેટેગરીમાં સમાવિષ્ટ વ્યક્તિઓ વિનામુલ્યે મુસાફરી કરવા માટેના પાસ મેળવવા માટેની અરજી પ્રક્રિયા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ (એક ફોટો ફોર્મમાં ચોંટાડવો અને એક ફોટો સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ (પાન કાર્ડ/ઈલેકશન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ), એડ્રેસ પ્રૂફની નકલ (રેશન કાર્ડ/ગેસ કનેક્શન બીલ/ઇલેકટ્રીસીટી બીલ) તેમજ દિવ્યાંગો માટે સિવિલ સર્જનનો દાખલો/સરકારશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ સહિત સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે.

સંપૂર્ણ વિગતો ભરેલું કેટેગરીવાઇઝ ફોર્મ, જરૂૂરી તમામ આધાર પુરાવા સાથે સવારે 10.30 થી બપોરે ર.00 તેમજ બપોરે 2.30 થી બપોર 3.30 સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની તમામ 18 વોર્ડ ઓફિસે ઉપરાંત: (1)સિટી સિવિક સેન્ટર, સેન્ટ્રલ ઝોન; (2)સિટી સિવિક સેન્ટર, ઇસ્ટ ઝોન; (3)સિટી સિવિક સેન્ટર, વેસ્ટ ઝોન; (4)સિટી સિવિક સેન્ટર, અમીનમાર્ગ; (5)સિટી સિવિક સેન્ટર, કૃષ્ણનગર; (6)સિટી સિવિક સેન્ટર, દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે સ્વીકારવામાં આવશે.

સિનિયર સીટીઝનો રજુ થનાર તમામ અરજી અન્વયે પણ નફ્રી મુસાફરી આજીવન પાસથ ઇસ્યુ કરવામાં આવશે. હાલ ત્રણ વર્ષની મુદત માટે નફ્રી મુસાફરી પાસથ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, તેમાં નિયમો હળવા કરી સીનીયર સીટીઝન્સ તરફથી નવી આવનાર તમામ અરજી અન્વયે નફ્રી મુસાફરી આજીવન પાસથ ઇસ્યુ કરવામાં આવશે. સીનીયર સીટીઝન્સને અગાઉ ઇસ્યુ કરાયેલ 50% ક્ધસેશનના આજીવન પાસ પણ માન્ય છે, પરંતુ જે સીનીયર સીટીઝન્સ નફ્રી મુસાફરી પાસથ મેળવવા ઇચ્છતા હોય તેઓ તરફથી નવી અરજી સાથે 50% ક્ધસેશન પાસ જમા કરાવ્યેથી નફ્રી મુસાફરી આજીવન પાસથ ઇસ્યુ કરવામાં આવશે.

Tags :
freecitypassgujaratgujarat newsrajkotrajkot newssenioecitixen
Advertisement
Next Article
Advertisement