વિધાનસભા સત્ર પહેલાં ભંગાર વેચો! પોલીસ સ્ટેશનમાં પડેલા 11 હજાર વાહનોની હરાજી કરવા સરકારે વટહુકમ બહાર પાડ્યો
સત્ર નજીક હોવા છતાં 15 ઓગસ્ટ પહેલાં સુધારો બહાર પાડીને તત્કાળ હરાજી કરાશે, રાજયપાલની મંજૂરી આવતા જ કાર્યવાહી કરાશે
ગુજરાતમાં દારૂૂ કે નશાની હાલતમાં વાહન ચલાવતા વ્યક્તિ સાથે પોલીસે જપ્ત કરેલા વાહનો હવે પોલીસ હરાજીથી વેચાણ કરી શકશે. રાજ્ય સરકારે નશાબંધી અધિનિયમ- 1949 હેઠળ રાજ્યસાત થતા વાહનોના તત્કાળ હરાજીથી વેચાણ માટે વટહુકમ દ્વારા કાયદામાં સુધારો કર્યો છે. જેને રાજ્યપાલની મંજૂરી બાદ એકાદ સપ્તાહથી અમલમાં આવશે. વિધાનસભાનું ચોમાસુ સત્ર નજીકના સમયમાં યોજાનાર છે, છતાંયે વટહુકમથી કાયદામાં સુધારા પાછળ સરકારે 15ઓગસ્ટ પહેલા કંડમ વાહનોનો નિકાલનો લક્ષ્યાંક રાખ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
સરકારે વર્ષ 1947ના નશાબંધી એક્ટ હેઠળ દંડ અને સજામાં વધારો તેમજ વાહન જપ્તી માટે ફેબ્રુઆરી- 2017માં કાયદો સુધાર્યો હતો. જો કે, પોલીસ દ્વારા જપ્ત થતા વાહનોના નિકાલની કોઈ મર્યાદા નિશ્ચિત થઈ નહોતી. એથી, પાંચ- છ વર્ષમાં દારૂૂનુ પરીવહન, વેચાણ, ખરીદ અને સંગ્રહ કે સેવનના ગુના હેઠળ જપ્ત વાહનોનો પોલીસ સ્ટેશનના કંમ્પાઉન્ડમાં ઢગલો થઈ રહ્યો છે. એક અંદાજે પાંચ વર્ષમાં 55,000થી વધારે વાહનો પોલીસે નશાબંધી એક્ટ હેઠળ જપ્ત કર્યા છે. જેમાંથી 31 હજાર વાહનોને બોન્ડ કે અન્ય ન્યાયિક પ્રક્રિયાને આધિન મુક્ત કરવામાં આવ્યા છે. હવે સરકારે કાયદાની કલમ- 98માં સુધારો કરીને પથકોર્ટના આખરી ચુકાદા સુધી, બોન્ડ અથવા જામીન પર આવા વાહનો મુક્ત કરી શકાશે નહીથથ અર્થાત વાહન જપ્ત જ થશે. તેવી જોગવાઈ સાથે આવા વાહનોને હરાજીથી વેચાણ કરી શકાશે. તેવો સુધારો સુચવ્યો છે. જે અંગે તૈયાર થયેલા વટહુકમમા તત્કાળ હરાજીનો અધિકાર નાયબ પોલીસ અધિક્ષક- ઉુ.જઙ કે તેને સમકક્ષ અધિકારીને સોંપવાની દરખાસ્ત છે. જેનો અમલ રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ થશે. દારૂૂબંધી એક્ટ હેઠળ જપ્ત થતા વાહનો પોલીસ સ્ટેશનમાં પડયા પડયાં ભંગારમાં ફેરવાઈ રહ્યાં છે, જેમાં લક્ઝુરિયર્સ કારનો પણ સમાવેશ થાય છે.
પોલીસ સ્ટેશન કંમ્પાઉન્ડ કે બહાર રસ્તા નજીક ભંગારના ઢગલાની જેમ પડયા રહેતા જપ્ત વાહનોમાંથી ટાયર સહિતના સ્પેરપાર્ટ્સ ગાયબ થાય છે, ચોરાય છે. મર્સિડિઝ, ઇખઇ, ઓડી, જેગ્યુઆર જેવી લક્ઝુરિયર્સ કાર અને કેટલાક કિસ્સાઓમાં તો વિન્ટેજ મોટરકારથી લઈ મોંધા ટુ- વ્હિલર્સનો પણ સમાવેશ થાય છે. હાલમાં જ વિવાદમા રહેલી તથ્ય પટેલના હિટ એન્ડ રન કેસની જેગ્યુઆર જેવી કારની પણ હરાજી થશે.
કોર્ટ કેસમાં આરોપી અને વાહન નિર્દોષ જાહેર થાય તો વાહનનું વેલ્યુએશન ગણી વળતર ચૂકવાશે
નશાબંધી એક્ટના કેસમાં જપ્ત થયેલુ વાહન હરાજીમાં વેચાણ થયા બાદ છેક સુધી (સર્વોચ્ચ અદાલત સુધી) સંબંધિત કેસના આરોપી અને વાહન દોષમુક્ત જાહેર થશે તો શુ થશે ? તેના જવાબમાં ગૃહ વિભાગના અધિકારીએ કહ્યુ કે, આવા કિસ્સામાં જે દિવસે વાહન જપ્ત લેવાયુ હતુ તે દિવસે તેની જે કિંમતને આધારે રકમ પરત ચૂકવાશે. જેના આધાર માટે વીમા કંપનીના વેલ્યુએશન પરીબળ રહેશે.