કેન્દ્ર સરકારના સિટિઝ-2.0માં મનપાના પ્રોજેક્ટ ‘રાઈઝની’ પસંદગી
કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100 સ્માર્ટ સિટીઝ માટેCITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0)પ્રોગ્રામ નક્કી કરવામાં આવેલ અને તેમાં ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધી પ્રોજેક્ટ રજુ કરનાર 100 સ્માર્ટ સિટી પૈકી બેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવા બદલ જે 18 શહેરોની પસંદગી કરવામાં આવેલ છે તેમાં ગુજરાતમાંથી એક માત્ર રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ RISE“u CITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0)પસંદગી થયેલ છે જે રાજકોટ મહાનગરપાલિકા માટે ખુશીની વાત છે. આ 18 શહેરોમાં પસંદગી થવાને પગલે રાજકોટ મહાનગરપાલિકાને વિશેષ ગ્રાન્ટ પણ પ્રાપ્ત થશે તેમ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા શ્રી લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું.
આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ અંગે વિગતો આપતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારની મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (ખઘઇંઞઅ) દ્વારા ફ્રેંચ ડેવલોપમેન્ટ એજન્સી, યુરોપિયન યુનિયન, નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન અફેર્સ સાથે ભાગીદારીમાં જોડાઈનેCITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0)પ્રોગ્રામને મંજૂર કરવામાં આવેલ હતો. CITIIS 2.0 અંતર્ગત સરકયુલર ઈકોનોમી પર ભાર આપીને ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેંટના બેસ્ટ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવશે. CITIIS 2.0 પ્રોજેક્ટ હેઠળ તમામ 100 સ્માર્ટ સિટીમાંથી 18 સ્માર્ટ સિટીની પસંદગી કરી તેમને વધુમાં વધુ રૂૂ. 135 કરોડ અથવા કુલ પ્રોજેક્ટ ખર્ચના 80 % પૈકી જે ઓછું હોય તે આપવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ સિટીને પ્રોજેક્ટ્સની ડિઝાઇન, વિકાસ અને અમલીકરણ માટે જાણીતા ઇન્ટરનેશનલ નિષ્ણાતો દ્વારા ટેકનીકલ માર્ગદશનનો પણ લાભ મળશે. ભારત સરકાર દ્વારા CITIIS 2.0 માં નવો ચીલો પાડીને માથા દીઠ વસતિના બદલે સિટીની જરૂૂરિયાત, ગ્રોથ, અને વિસ્તારના આધારે ગ્રાન્ટ આપવાનું નક્કી કરેલ છે.
આ પ્રોગ્રામ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ સ્માર્ટ સિટી એ ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને લગત સિટીના ભવિષ્યને અનુરૂૂપ વિઝન ડોક્યુંમેન્ટ બનાવીને સબમિટ કરવામાં આવેલ હતું, જેને પ્રોજેક્ટ RISE (Rajkot Integrated Solid Waste Management Project to Enhance resource efficiency and circular economy) નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ, પ્લાન્ટનું અપગ્રેડેસન તથા હાલની સોલિડ વેસ્ટ અંતર્ગત જુના થઇ ગયેલા સિસ્ટમમાં જ્યાં ત્રુટીઓ રહેલ હોય ત્યાં આધુનિક પ્લાન્ટ / સિસ્ટમનું નિર્માણ કરીને સરકયુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રોજેક્ટ RISE અંતર્ગત જુદાજુદા પ્રોજેક્ટ્સ આઇડેન્ટિફાઈ કરેલ છે, જેમાં 1) રૈયાધાર ટ્રાન્સ્ફર સ્ટેસનનું નવીનીકરણ 2) ઓટોમેટીક MRF ફેસીલીટી નું નિર્માણ 3) Construction and Demolition વેસ્ટ કલેક્સન સેન્ટર તથા તેમના પ્રોસેસિંગ માટે ના પ્લાન્ટ નું નિર્માણ 4) ICT (Information and communication technologies) બેઇસ સિસ્ટમનું ઈમ્પલીમેટેન્સન (સિસ્ટમમાં Transparency વધારવા માટે) પ્રોજેક્ટ RISEનો મુખ્ય હેતું સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાંથી રીસોર્સે રીકવરી કરી સરક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવાનું, પ્રદુસણમાં ઘટાડો કરીને સિટીના ઓવેરઓલ હાઇજીનમાં સુધારો કરવાનો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ઇન્ફોર્મલ વેસ્ટપીકર્સના લાઈવલીહૂડમાં સુધારો કરવાનો તથા ભારત સરકારના સસ્ટનેબેલ ગોઅલના અચીવમેંટમાં ક્ધટ્રીબુટ કરવાનું છે.
પ્રોજેક્ટ RISE રાજકોટ સિટીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવા ઉપરાંત પ્રધાનમંત્રીના નેટ ઝીરો એમિસનના લક્ષ્યને હાસિલ કરવામાં પણ મદદરૂૂપ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-1 માં ડીટેલ ઇન્ફોર્મેશન રીપોર્ટ બનાવીને આખા ભારતમાંથી 100 સ્માર્ટ સિટી દ્વારા રજુ કરવામાં આવેલ હતો, જેમાં પ્રારંભિક તબક્કે 36 સ્માર્ટ સિટીની થયેલ, જેમાં રાજકોટનો પણ સમાવેશ થયેલો, જે અંતર્ગત ફેઝ-2 માં આ 36 સ્માર્ટ સિટીને દિલ્હી ખાતે રૂૂબરૂૂ ડીટેલડ પ્રેઝન્ટેશન માટે આમંત્રિત કરવામાં આવેલ હતા. જેમાં રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતોની પેનલ સમક્ષ સંપૂર્ણ પ્રોજેક્ટની ડીટેઈલ ચર્ચા સાથે પ્રેઝન્ટેશન કરવામાં આવેલ હતું.