સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા.2.49 કરોડના ખર્ચને બહાલી
સાંઢિયા પુલ પાસે સેન્ટ્રલ લાઇટિંગ, સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ સહિતના નવા કામોનો સમાવેશ
જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠક માં માટે રૂૂ. 2 કરોડ 49 લાખ ના વિવિધ ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી. સાંઢીયા પુલ રેલવે ઓવર બ્રિજ સુધી સર્વિસ રોડ અને સ્ટેટ હાઇવે ના સેન્ટ્રલ સેપરેટર પર સેન્ટ્રલ લાઇટિંગ વર્ક ના કામ માટે રૂૂપિયા 81 લાખ 17 હજાર ના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજ તા. 12-06-2025 ના રોજ ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં કુલ 12 સભ્યો ઉપરાંત ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇંચા, આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2025 માટે ભાડા થી બોકસ લોડર, ડમ્પર, એકસકેવેટર (હીટાચી) તથા ટ્રેકટર વીથ ટ્રોલી સપ્લાય કરવાના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 46 લાખ, પંચકોશી નસ્ત્રબીસ્ત્રસ્ત્ર ડિવિઝન પોલીસ સ્ટેશન થી સાંઢીયા પુલ રેલ્વે ઓવરબ્રિજ સુધી સર્વિસ રોડ અને સ્ટેટ હાઈવે ના સેન્ટ્રલ સેપરેટર પર સેન્ટ્રલ લાઈટીંગ વર્ક અંગે રૂૂા. 81.17 લાખ , વર્ષ 2025-26 દરમ્યાન સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2, 3 અને 4) માં સ્ટ્રેન્ધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ અંગે રૂૂા. 5 લાખ, સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2, 3 અને 4) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂૂા. 10 લાખ , સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 8, 15 અને 16) માં સ્ટ્રેનધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ અંગે રૂૂા. 7.50 લાખ નું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.
વોર્ડ નં. 16 માં કિર્તીપાન થી સરદાર પાર્ક થી વૃંદાવન પાર્ક બોકસ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર પાઈપ ડ્રેનેજ ના કામે વોર્ડ નં. 16 માં વસંત વાટીકા સોસાયટી માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાના કામ અંગે રૂૂા. 17.89 લાખ , સમર્પણ અને પમ્પહાઉસ હેઠળ આવતા વિસ્તારોમાં વોટર ટેન્કર મારફત પાણી વિતરણ કરવાના કામ અંગ રૂૂા. 80.48 લાખ , સોલેરીયમ ઝોન વિસ્તારમાં સ્ટેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ માટે રૂૂ.1.36 લાખ અને જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓ માં ટેકનીકલ અને વહીવટી કામગીરી માટે જુદી-જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારી ઓની નવી નિમણુંક આપવા અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે 6 માસ માટે નવી નિમણુંક આપવા નું મંજુર કરાયું હતું.
આ ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાને થી રજૂ કરવામાં આવી હતી જેમાં સાધના સાપ્તાહિક ને સ્વાતંત્ર્ય દિન વિશેષાંક માં રૂૂા. 26,250 ની મર્યાદા માં જાહેરાત આપવા નો નિર્ણય લેવાયો હતો. આમ આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 2 કરોડ 49 લાખ ના ખર્ચ ની દરખાસ્તો ને બહાલી આપવામાં આવી હતી.