પાંચ ધારાસભ્યો સહિત 30 VVIPની સુરક્ષા પાછી ખેંચાઇ
ગુજરાતના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, ચાર ન્યાયાધીશ, કેટલાક મહાનુભાવો, આંદોલનકારી આગેવાનો સહિત કુલ ત્રીસ જેટલા ટટઈંઙને અપાયેલી સુરક્ષા પાછી ખેંચવાનો ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે. 129 જણાંની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે. દર છ મહિને પોલીસ તંત્ર અને ઇન્ટેલિજન્સ બ્યૂરો સાથેની સમીક્ષા બેઠકમાં VVIP સુરક્ષાને લઇને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આઇબી, પોલીસના રિપોર્ટના આધારે વીસ ધારાસભ્યોને સરકારે પૂરી પાડેલી સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચવાનું નક્કી કરાયું છે. એકાદ સપ્તાહમાં આ મહાનુભાવોની સુરક્ષા સેવામાં રહેલા જવાનો હેડક્વાર્ટ્સ ખાતે રિપોર્ટ કરશે. નવ વીઆઇપીની સુરક્ષા હવે રિવ્યૂ કરવામાં આવશે.
ગઇકાલે ગાંધીનગરમાં ગૃહ વિભાગે પોલીસ અને આઇબીના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, અન્ય મહાનુભાવો મળીને 30 લોકોને ગૃહ વિભાગ દ્વારા અપાયેલી સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. 30 જણાને હવે કોઇપણ સ્થિતિમાં જીવનું જોખમ જણાતું નથી.
ધારાસભ્યો: દિનેશ ઠાકોર-ચાણસ્મા, સંજયસિંહ મહિડા-મહુધા, રમણ પાટકર-ઉમરગામ, શામજી ચૌહાણ-ચોટીલા, મોહન ઢોડિયા-મહુવા. ઉપરાંત અગ્રણીઓ: દિલીપ ત્રિવેદી (વિશ્વ હિન્દુ પરિષદ), રાકેશ પારેખ (વડોદરા), કલ્પેશ ગૌસ્વામી (કચ્છ), દિનેશ બાંભણિયા (ગાંધીનગર), ઢેલીબેન ઓડેદરા (પોરબંદર), સાજણ ઓડેદરા (પોરબંદર), વિક્રમ ઓડેદરા, જે.કે.ભટ્ટ, એ.કે. દૂબે, બી.એસ. ઉપાધ્યાય, ગંગા માલદે ઓડેદરા, અમિત શર્મા (અમદાવાદ).ની સુરક્ષા પાછી ખેંચાઇ છે.