માધાપર ST પોઇન્ટ પર સિકયુરિટી ગાર્ડ મુકાશે, કેન્ટીન ફરી ધમધમતી કરાશે
જામનગર અને મોરબીના પેસેન્જરો માટે માધાપર ચોકડી ખાતે રાજકોટ એસટી વિભાગ દ્વારા પોઇન્ટ બનાવવામા આવ્યો છે જે હાલ બંધ કરી દેવાતા તે અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયુ છે હાલમા જ ત્યા દારૂની કોથળિયો મળી હોવાનુ ફરીયાદ થતા ત્યા સિકયુરિટી ગાર્ડ ચુકવા એસટી વિભાગના નિયામક દ્વારા સુચના આપવામા આવી છે.
મળતી વિગત મુજબ માધાપર ખાતે જામનગર અને મોરબીના પેસેન્જરોને સેન્ટ્રલ બસપોર્ટ સુધી ધકકો ન થાય તે માટે એસટીનો પોઇન્ટ બનાવવામા આવ્યો છે અને ત્યા બે રૂટ સહીતની સુવિધા ઉભી કરવામા આવી હતી પરંતુ હાલ ત્યા પોઇન્ટ બંધ કરી તમામ કાગીરીનો સંકેલો કરી દેવામા આવ્યો છે જેથી ત્યા અસામાજીક તત્વોએ પોતાનુ આશ્રય સ્થાન બનાવી લીધુ છે અને ગેરપ્રવૃતિઓ કરતા હોવાની સતત ફરીયાદો ઉઠવા લાગી છે.
ગઇકાલે જ મુસાફર હિત રક્ષક સમિતિ દ્વારા ત્યા તપાસ કરતા યુરિનલ સહીતના સ્થળે ત્યાથી દારૂની ખાલી કોથળીયો મળી હતી જેથી ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી અને આગામી દિવસોમા ત્યા કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાકિદના પગલા ભરવા માંગ કરાઇ હતી.
જેને ધ્યાનમા લઇ રાજકોટ એસટી વિભાગ દ્વારા ત્યા સિકયુરિટી ગાર્ડ મુકવા નિર્ણય લેવામા આવ્યો છે અને અસામાજીક તત્વો ત્યા ડોકાઇ નહી તે માટે બાજુમા આવેલી કેન્ટીંગ પણ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે અને ટુક સમયમા ત્યા સિકયુરિટી અને કેન્ટીંનની વ્યવસ્થા કરવામા આવશે તેમ વિભાગીય નિયામકે જણાવ્યુ છે.