અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું ગુપ્તદાન
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટને ચાંદીનું દાન મળ્યું છે. અંદાજે 46 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે. અમદાવાદના શ્રદ્ધાળુઓએ 40 કિલો ચાંદીનું દાન આપ્યું છે. અમદાવાદના શ્રદ્ધાળુઓએ મંદિર ટ્રસ્ટને જાળીના દ્વાર અને છત્રની ભેટ અપાઇ છે. દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી 40 કિલો ચાંદી દાન કરી છે.
ગબ્બર દરવાજા અને ભૈરવજી મંદિરની જાળીના દ્વાર આપ્યા ભેટ અંબાજીમાં મોટું છત્ર પણ ટ્રસ્ટને ભેટ ધરવામાં આવ્યું છે. દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી ચાંદી દાન કરી છે. ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે દાન સ્વીકાર્યું છે. આજે ગબ્બર ગોખ ખાતે દરવાજા લગાવવાની કામગીરી હાથ ધરાશે.
યાત્રાધામ અંબાજીમાં ભક્તો દ્વારા ગપ્ત દાન આવપાવમાં આવતું હોય છે. અમદાવાદના એક ભક્ત દ્વારા ગબ્બર દરવાજા અને ભૈરવજી મંદિરની જાળીના દ્વાર આપ્યા ભેટ અંબાજીમાં મોટું છત્ર પણ ટ્રસ્ટને ભેટ ધરવામાં આવ્યું છે. ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે દાન સ્વીકાર્યું છે.