For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બીજો રાઉન્ડ: 86 હોટલ, રેસ્ટોરન્ટ સીલ

03:47 PM Jul 11, 2024 IST | admin
બીજો રાઉન્ડ  86 હોટલ  રેસ્ટોરન્ટ સીલ

ફાયર સેફ્ટીના કામ માટે ખોલવા દેવાશે, ધંધો નહીં કરી શકાય

Advertisement

ટીઆરપી અગ્નિકાંડ દૂર્ઘટના બાદ મહાનગરપાલિકાએ ફાયર એનઓસી અને બીયુ સર્ટી મુદ્દે કડક ઝુંબેશ હાથ ધરી કસુરવારો સામે પગલા લઈ એકમો સીલ કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ફક્ત ફાયર એનઓસી અને બીયુના કામ માટે સીલ ખોલવાની મંજુરી આપે અને છેલ્લા એક માસથી કામગીરી થઈ ગયેલ અચાનક શરૂ કરવામાં આવી છે. છેલ્લા 36 કલાકમાં ફાયર વિભાગ અને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા નવા રીંગરોડ, રૈયા રોડ, નાના મૌવા, સહિતના વિસ્તારોમાં 86થી વધુ હોટલ, રેસ્ટોરન્ટ સીલ કરતા દેકારો બોલી ગયો છે.

મહાનગરપાલિકા દ્વારા અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બાંધકામ પરમીશન અંતર્ગત ચેકીંગ હાથ ધરી ફાયરના સાધનો ન હોય તેમજ ફાયર એનઓસી રિન્યુ કરેલ ન હોય અને બાંધકામની પરવાનગી લીધેલ ન હોય તે પ્રકારની અત્યાર સુધીમાં 1272 મિલ્કતો સીલ કરી હતી. ત્યાર બાદ વચગાળાનો રસ્તો કાઢી સીલ કરાયેલ મિલ્કતો ફક્ત ફાયરના કામ અને બીયુ અંગેના કામ માટે ખોલવા દેવાની મંજુરી અપાઈ હતી. જેના લીધે આ તમામ એકમોના સંચાલકોએ ડોક્યુમેન્ટ સહિતની કામગીરી પૂર્ણ કરી આ અંગે મનપામાં અરજી કરી હતી.

Advertisement

ત્યાર બાદ ચેકીંગ કામગીરી સંપૂર્ણ પણે બંધકરવામાં આવેલ પરંતુ અગાઉ સીલ થયેલ અને સોગંદનામાના આધારે કામગીરી કરવા માટે સીલ ખોલાયેલ મિલ્કત ધારકોએ અત્યાર સુધી કોઈ જાતની કાર્યવાહી ન કરી હોવાનું બહાર આવતા છેલ્લા ચાર દિવસથી ફરી વખત તંત્ર દ્વારા બીયુસર્ટી અને ફાયર એનઓસી મુદ્દેચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. અને નાનામૌવા, કાલાવડ રોડ, નવો રીંગ રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર આવેલ 86થી વધુ હોટલ રેસ્ટોરન્ટ સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે. અને નોટીસ આપી ફાયર સેફ્ટીના કામ તેમજ બીયુ સર્ટી માટે કરવામાં આવતા બાંધકામ માટે સીલ ખોલવા દેવાની મંજુરી આપવામાં આવશે. પરંતુ એક પણ એકમમાં ધંધોકરવા દેવામાં નહીં આવેતેમ જણાવવામાં આવ્યું છે.

મનપા દ્વારા છેલ્લા ચાર દિવસથી ફરી વખત સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અગાઉના રાઉન્ડમાં 1200થી વધુ એકમો સીલ કર્યા હતાં. જે પૈકી મોટાભાગના સીલ ખોલી દેવામાં આવ્યા છે. છતાં બાકી રહી ગયેલા એકમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી 36 કલાકમાં 86થી વધુ હોટલ રેસ્ટોરન્ટ સીલ કરાયા છે. આ મુદ્દે ફાયર વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ અગાઉ સીલ કર્યા બાદ નિયમોને આધિન ખોલવામાં આવેલ એકમો દ્વારા ફાયર એનઓસી માટે કોઈ કાર્યવાહી નહીં કરાતા આ પ્રકારની પણ અનેક મિલ્કતોને ફરી વખત સીલ કરી નોટીસ આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement