વાવ બેઠક પર મુરતિયાની શોધ શરૂ, ભાજપના ત્રણ નિરીક્ષકોએ સેન્સ લીધી
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે, આગામી 13મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. જેને લઇને હવે કોંગ્રેસની સાથે સાથે ભાજપે વાવ બેઠક પર યોગ્ય ઉમેદવાર ઉતારવા માટેની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે.
આજથી બનાસકાંઠાની આ હાઇ પ્રોફાઇલ થઇ ચૂકેલી બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂૂ થઇ છે. આમાં ત્રણ નિરીક્ષકો વાવ બેઠક માટે ઉમેદવારોની સેન્સ લેશે.
માહિતી પ્રમાણે, ભાજપ અને કોંગ્રેસ બન્ને આ બેઠક પર પેટાચૂંટણીમાં કબજો કરવા માંગે છે. કોંગ્રેસના સાંસદ અને વાવના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પહેલાથી જ વાવમાં ઠાકોર ઉમેદવારને ટિકીટ નહીં આપવાની વાત કહી દીધી છે. હવે આ મામલાને ધ્યાનમાં રાખીને ભાજપે યોગ્ય ઉમેદવારની શોધ શરૂૂ કરી દીધી છે.
બનાસકાંઠાની વાવ બેઠક પર ઉમેદવાર માટે આજથી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂૂ થઇ ગઇ છે. ત્રણ નિરીક્ષકો વાવ બેઠક માટે ઉમેદવારોની સેન્સ લેશે. ભાજપના નિરીક્ષકો તરીકે જનક પટેલ, દર્શના વાઘેલા અને યમલ વ્યાસ સેન્સ લેવા પહોંચ્યા છે. આજે બપોરે 1 વાગ્યે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂૂ થશે. મહત્વનું છે કે, વાવ બેઠક પર ભાજપના પાંચ દાવેદારોના નામની મજબૂત ચર્ચા થઇ રહી છે, જેમાં વાવ સ્ટેટના રાણા ગજેંદ્રસિંહ ચૌહાણનું નામ સૌથી આગળ ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત પૂર્વ કાયદામંત્રીના પૌત્ર રજનીશ ચૌધરી અને 2022માં ચૂંટણી લડી ચૂકેલા સ્વરૂૂપજી ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે. ભાજપ નેતા માવજી પટેલ અને પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષ પટેલનું નામ પણ ટિકીટની રેસમાં છે.