For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાયર NOC વગરની 143 મિલકતોના સીલ નહીં ખુલે

04:20 PM Jul 24, 2024 IST | admin
ફાયર noc વગરની 143 મિલકતોના સીલ નહીં ખુલે

કોમર્સિયલની મિલકતોમાં બીયુની અમલવારી અશક્ય હોય તેવી અરજીઓનો ભરાવો, તંત્ર અવઢવમાં

Advertisement

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ મનપાના ફાયર વિભાગ અને ટાઉનપ્લાનીંગ વિભાગ દ્વારા ફાયર એનઓસી અને બાંધકામ પરમીશન મુદદ્દે સતત એક માસ સુધી ચેકીંગ ઝુંબેશ હાથ ધરી 1000થી વધુ મિલ્કતો સીલ કરી હતી. જે શરતોને આધિન ખોલવાનું શરૂ કર્યુ છે. અને તમામ સીલ થયેલ હોસ્પિટલો તેમજ શાળાઓને કાયમી તેમજ કામચલાઉ પરમીશન આપી દેવામાં આવી છે. પરંતુ કોમર્શીયલ બિલ્ડીંગમાં સીલ કરવામાં આવેલ 253 પૈકી 143 જેટલી મિલ્કતોમાં ફાયર એનઓસીની અમલવારી તેમજ બીયુની અમલવારી થઈ શકે તેમ ન હોય આજે પણ સીલ થયેલ હાલતમાં રહી ગયેલ છે. જેના નિવારણ માટે તંત્રએ વિચારણા હાથ ધરી છે.

મહાનગરપાલિકા દ્વારા એક માસ દરમિયાન શહેરમાં 1000થી વધુ મિલ્કતો સીલ કરી હતી. ત્યારે હોસ્પિટલો અને શાળાઓના સંચાલકોએ આ મુદદ્દે હોબાળો મચાવતા સરકારે વચલો રસ્તો કાઢી સોગંદનામાના આધારે ફાયર એનઓસી અને બીયુ સર્ટી મેળવવાની શરતે સીલ ખોલવાની મંજુરી આપી હતી. જેના કારણે અત્યાર સુધીમાં સીલ થયેલ 33 હોસ્પિટલોના સીલ કાયમી ધોરણે ખુલી ગયા છે. જ્યારે 335 સ્કૂલ સીલ કરવામાં આવેલ જે પૈકી 151 સ્કૂલોના સીલ કાયમી ધોરણે ખોલી નાખવામાં આવેલ છે.

Advertisement

જ્યારે બાકીની સ્કૂલોમાં કામચલાઉ ધોરણે શરતોને આધિન સીલ ખોલાયા છે. આથી આ શાળા સંચાલકો બીયુ સર્ટી અને ફાયર એનઓસી રજૂ કરીએ કાયમી ધોરણે સીલ ખોલી આપવામાં આવશે. પરંતુ કોમર્શીયલ બિલ્ડીંગોમાં આવેલ એકમો તેમજ ગોડાઉનો સહિતની મિલ્કતોની સીલીંગ કાર્યવાહી દરમિયાન 253 એકમો સીલ કરવામાં આવ્યા હતાં.

તેઓને પણ શરતોને આધિન સીલ કોલવાની મંજુરી આપવામાઁ આવેલ પરંતુ અનેક એકમો કે જેએ બીયુ સર્ટીનું પાલન કરી શકે તેમ નથી. જૂના બાંધકામો હોવાના કારણે તેમજ પાર્કિંઈંગ અને માર્જિંગની જગ્યા ન હોવાથી ઈમ્પેક્ટ ફી હેઠળ પણ કાયદેસર થઈ શકે તેમ નથી આથી બાંધકામ પરમીશન ન મળી શકવાના કારણે અને અમુક એકમોમાં ફાયર એનઓસી માટેના સાધનો ફિટ કરવાના નિયમ મુજબની વ્યવસ્થા ન હોવાથી આ પ્રકારના 143 એકમોના સીલ આજે પણ ખુલી શક્યા નથી. આ લોકોની અરજીના આધારે મહાનગર પાલિકાએ હવે પછી સીલ ખોલવા માટે ક્યા પ્રકારના નિયમો લગાવવા તેમજ અન્ય છુટછાટ આપવી કે નહીં તે માટેની વિચારણા હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement