દ્વારકા નજીક વરવાળામાં આવેલી હોટલ અંતે સિલ
યાત્રાધામ દ્વારકાથી પાંચ કીમી દૂર આવેલ વરવાળા ગામના દરિયા કાંઠે આવેલ ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલ સિલ મારવામાં આવી છે. દ્વારકા પ્રાંત અધિકારીની સુચનાથી આજ બપોરે દ્વારકા મામલતદાર, ટીડીઓ તેમજ વરવાળા ગ્રામ પંચાયતના સરપંચ એ પોલીસ સ્ટાફ સાથે રાખી હોટલ નું પંચનામું કરી આ હોટલને સીલ મારવામાં આવી હતી.
વિગત મુજબ વરવાળા ગામના દરિયાકાંઠે નજીક એક બહુમાળી હોટલ ધ સ્કાય ક્મ્ફર્ટ બીચ વિવાદો ના ઘેરા માં હતી. પૂરતા ડોક્યુમેન્ટ ન હોવા હોટલમાં ફાયર એનઓસી કે સાધનો ન હોય ગ્રામ પંચાયતની મંજૂરી પરવાનગી લીધી ન હોય તથા રેણાંકના પ્લોટમાં વાણિજ્ય બાંધકામ ઉપયોગ થતો હોય શરત ભંગ થતો હોય તથા દરિયાથી નજીક 110 મીટર ના અંતરે જ આવેલી હોય સીઆરઝેડ ઝોન તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ આ એકમ સામે નિયમાનુંસાર કાર્ય વાહી હાથ ધરાઈ છે.
રહેણાંક જમીન નો કોમર્શિયલ હેતુ માટે નો ઉપયોગ, ફાયર સેફ્ટી સહિત અનેક કારણો સર દ્વારકા વહીવટી તંત્ર એ હોટલ સંચાલકો ને વારંવાર નોટિસો બજાવ્યા બાદ અંદાજે બે માસ ના સમય બાદ આજે હોટલ માલિકે પોતાના પૂરતા ડોક્યુમેન્ટ પૂરા ન પાડી શકતા આજે પ્રાંત અધિકારી ના આદેશ બાદ પોલીસ વિભાગ સાથે તાલુકા પંચાયત અધિકારી આ બહુમાળી હોટલ ને સીલ કરી હતી. સરકાર ના નિયમો ને નેવે મૂકી આ હોટલ બનાવાઈ હતી. આ બહુમાળી હોટલના માલિકને અનેક વખત નોટિસો આપ્યા બાદ આખરે આજે આ હોટલ ને સીલ કરવામાં આવી જેથી દ્વારકા ના હોટલ ઉધોગ માં આ હોટલ ચર્ચા ના ચકડોળે ચડી છે.એટલું જ નહીં દ્વારકા એસ.ડી.એમ દ્વારા તારીખ 17 ના રોજ ઓર્ડર કરી તાત્કાલિક આ હોટેલ બંધ કરવા આદેશ થયો હોવા છતાં પણ હોટેલ સંચાલકો ગેર કાયદેસર રીતે આ હોટેલ ચલાવી રહા હતા જે અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર એ આ હોટેલ ને સીલ કરી બંધ કરી હતી.