ઉપલેટાના નિલાખામાં પાણીમાં ફસાયેલ વ્યક્તિનું રેસ્ક્યૂ કરતી SDRF ટીમ
હવામાન ખાતાની આગાહીને પગલે સતત વરસી રહેલા ભારે વરસાદને લઈને અનેક સ્થળોએ લોકો ફસાતા હોય છે જેને SDRF અને NDRF ટીમ દ્વારા બચાવવાની કામગીરી થતી હોય છે ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામે આવી જ ઘટના બની હતી જેમાં વાડી વિસ્તારના પાણીમાં ફસાયેલ એક વ્યક્તિને SDRFની ટીમ દ્વારા મોડી રાત્રે બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટા તાલુકાના નીલાખા ગામે એક વ્યક્તિ વાડી વિસ્તારમાં પાણીમાં ફસાઈ હોવાના સમાચાર મળતાં સ્થાનિકોએ ઘણી મહેનત કરી હોય પરંતુ નિષ્ફળ જતા ઉપલેટાના ખુબજ સક્રિય અને કાર્યદક્ષ મામલતદાર મહેશભાઈ ટી. ધનવાણીએ ધોરાજી પ્રાંત અધિકારી જયેશ એન. લીખીયાના માર્ગદર્શન હેઠળ ગોંડલ ડેપ્યુટી કલેકટરના સંકલન સાથે ગોંડલ થી તાત્કાલિક SDRFની ટીમ બોલાવી ઉપલેટા પીઆઈ એલ. આર. ગોહિલ તથા તાલુકા વિકાસ અધિકારીની ટીમ, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલને સાથે રાખી રાત્રે સાડા ત્રણ વાગ્યે દોડી જઇ પાણીમાં ફસાયેલા વ્યક્તિને રેસ્કયુ કરી બચાવતા તેમના પરિવાર તથા ગામના આગેવાનોએ મામલતદાર મહેશ ધનવાણી તથા સાથેના પીઆઈ ગોહિલ વિગેરેનો આભાર માની અભિનંદન આપેલ હતા.
રાત્રે સાડા ત્રણ વાગ્યે SDRFની ટીમ સાથે દોડી જઈ બચાવતા મામલતદાર ધનવાણી