For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખોડિયારનગરમાં ભંગારનો વેપારી 1 લાખના વિદેશી દારૂ સાથે પકડાયો

04:22 PM Sep 14, 2024 IST | admin
ખોડિયારનગરમાં ભંગારનો વેપારી 1 લાખના વિદેશી દારૂ સાથે પકડાયો

પીસીબીની નવનિયુક્ત ટીમનો બાતમીના આધારે ભંગારના ડેલામાં દરોડો

Advertisement

શહેરના ખોડીયારનગરમાં આવેલ ભંગારના ડેલામાં પીસીબીએ દરોડો પાડી 60 બોટલ વિદેશી દારૂૂ સહીત રૂૂ.1 લાખનો મુદ્દમાલ કબજે કરી ભાંગરના વેપારીની ધરપડક કરી હતી.

શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા પીસીબીને સક્રિય કરવમાં આવી હોય પીસીબીની ટીમને મળેલી બાતમીના આધારે ખોડીયારનગર શેરી નં.1 તાજ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં દરોડો પાડી 1 લાખની કીમતની 60 બોટલ વિદેશી દારૂૂ સાથે ભંગારના વેપારી એસ.ટી. વર્કશોપ પાછળ ખોડીયાનગર શેરી નં.14 અમીયલભાઇ બાદીના મકાનમાં ભાડેથી રહેતા મુસ્તુફા ઇકબાલભાઇ લીંગડીયા (ઉ.વ.28)ની ધરપકડ કરી હતી. પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ એમ.જે.હુણ, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, કિરતસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement