શાળાઓ શરૂ, 70 ટકા છાત્રોને પાઠય પુસ્તકો મળ્યા નથી
રાજકોટ શહેર અને જિલ્લાની 2000 જેટલી સ્કૂલોમાં ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે આજથી પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે. ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ સાથે જોડાયેલી રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર જે શહેર-જિલ્લાની 70 દુકાનોનાં પાઠય પૂસ્તકોનુ વિસ્તરણ કરે છે તેને મંગાવેલા પાઠયપુસ્તકોમાથી માંડ 30% સ્ટોક આવ્યો છે.
ધોરણ 1થી 12નો પૂરેપૂરો સેટ એકપણ રાઉન્ડમાં આવ્યો નથી 2 રાઉન્ડમાં રૂૂ. 3.49 કરોડના પાઠ્યપુસ્તકોનો ઓર્ડર આપવામાં આવેલું છે તેમાંથી રૂૂ.76,94,086નો સ્ટોક જ આવેલો છે. ધોરણ 1મા ગુજરાતી, ધોરણ 6મા અંગ્રેજી, ધોરણ 8ના ગુજરાતી, ધોરણ 12ના કોમર્સ અને સાયન્સના પુસ્તકો, ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પાઠ્યપુસ્તક આવ્યું નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1થી 12નો પૂરેપૂરો સેટ એકપણ રાઉન્ડમાં આવ્યો નથી. જેથી વિદ્યાર્થીઓને વાલીઓને પુસ્તકોનો પુરો સેટ મળતો નથી અને તેથી લાયસન્સ ધારક 70 વેપારીઓને 50 ટકા જેટલું આર્થિક નુકસાન જાય છે. રાજ્ય સરકાર વહેલી તકે પાઠ્યપુસ્તકોનું પ્રિન્ટિંગ અને બાઈડિંગ શરૂૂ કરાવે તે જરૂૂરી છે.
અપના બજારના ડિરેક્ટર મહેશભાઇ કોટકે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર જિલ્લા કક્ષાની સહકારી સંસ્થા છે અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ-ગાંધીનગરના ડિસ્ટ્રીબ્યુટર તરીકેની જવાબદારી સંભાળું છું. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 1થી 12ના પાઠ્યપુસ્તકો અમને આપવામાં આવે છે અને તે પુસ્તકોનું જિલ્લામાં વિતરણ કરવામાં આવે છે. અમારી હેઠળ 70 જેટલા વેપારીઓ આવે છે. સૌથી પહેલો ઓર્ડર અમે રૂૂ.1,78 કરોડનો આપ્યો હતો જેની સામે રૂૂ. 46,36,186ના પાઠ્યપુસ્તકો જ આવેલા છે.
જ્યારે બીજો ઓર્ડર રૂૂ.1.71 કરોડનો આપ્યો હતો જેની સામે રૂૂ.30,57,900ના પાઠ્યપુસ્તકો જ આવેલા છે. જ્યારે ત્રીજો ઓર્ડર ગઈકાલે જ રૂૂ. 1,01,62,305નો આપેલો છે. જેની સામે મંગળવારે પાઠ્યપુસ્તકો આવવાના છે હવે તે કેટલા આવશે તે ત્યારે જ ખ્યાલ આવશે.
ધોરણ 1મા ગુજરાતીના પાઠ્યપુસ્તક આવતા નથી, ધોરણ 6મા અંગ્રેજીના પાઠ્યપુસ્તક આવતા નથી, ધોરણ 8ના ગુજરાતીના પાઠ્યપુસ્તકો આવતા નથી. આ ઉપરાંત ધોરણ 12ના કોમર્સ અને સાયન્સના પુસ્તકો આવતા નથી. ધોરણ 12નું અર્થશાસ્ત્ર આવતું નથી. ધોરણ 1થી 12નો પૂરેપૂરો સેટ એક પણ રાઉન્ડમાં આવતો નથી. તેમણે જણાવ્યું હતું કે, અમે વેપારીઓને પાઠ્યપુસ્તકોનો પૂરો સેટ ન આપીએ એટલે વેપારીઓ પણ વાલીઓને પાઠ્યપુસ્તકોનો પૂરેપૂરો સેટ આપી શકતા નથી. પાઠ્યપુસ્તકો સમયસર ન આવતા વેપારીઓને 50% જેટલું આર્થિક નુકસાન થાય છે. સામાન્ય માણસ અત્યારે પોતાના ધંધા રોજગારમાં વ્યસ્ત હોય છે ત્યારે એક પુસ્તક ન હોય તો ત્યાંથી વાલી પાઠ્યપુસ્તકોની ખરીદી કરતો નથી. જેથી રાજ્ય સરકારને વિનંતી છે કે દર વર્ષે જૂન મહિનામાં સ્કૂલો શરૂૂ થાય છે તે સરકારને ખબર જ છે છતાં પણ દર વખતે સમયસર પાઠ્યપુસ્તકો ન આવતા મુશ્કેલી પડે છે.