For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના સ્વેટર પહેરવા શાળાઓ દબાણ કરી શકશે નહીં : શિક્ષણ મંત્રી

05:10 PM Nov 22, 2024 IST | Bhumika
વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના સ્વેટર પહેરવા શાળાઓ દબાણ કરી શકશે નહીં   શિક્ષણ મંત્રી
Advertisement

રાજ્યમાં વેકેશન ખુલ્યા બાદ શૈક્ષણિક કાર્યની શરુઆત થઈ ગઈ છે. તો બીજી તરફ ઠંડીનો ચમકારો પણ વર્તાવા લાગ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓએ શાળાએ સ્વેટર પહેરીને જવું પડે છે. જોકે, ઘણા શાળાઓ અંગે ભૂતકાળમાં એવી ફરિયાદો સામે આવી હતી કે, શિક્ષકો બાળકોને ચોક્કસ કલરનું જ સ્વેટર પહેરીને આવવું. હવે આ અંગે ગુજરાત સરકારે લાલ આંખ કરી છે.

રાજ્ય શિક્ષણમંત્રી પાનશેરીયાએ જણાવ્યું કે, પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી આપી હતી. રાજ્ય સરકાર હરહંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી છે. રાજ્યમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂૂપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું (ઠંડી ન રોકી શકે તેવું) સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.

Advertisement

ખાનગી શાળાના સંચાલકોને વિનંતી સાથે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ શાળા બાળકોને તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબુર કરી શકશે નહિ, તેમજ મંત્રીએ વાલીઓને અપીલ કરી કે, કોઈ પણ બાળકને, તેના માતા પિતા ઠંડી માટે તેમના જોડે ઉપલબ્ધ ઠંડી રક્ષણાત્મક સ્વેટર, ટોપી, હાથના મોજા પહેરાવી શકશે અને કોઈ પણ ખાનગી શાળા અને અન્ય શાળા તેમાં કોઈ પણ રોક ટોક કરી શકશે નહિ. જો કોઈ શાળા તેમનાં દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરાવવાનો આગ્રહ કરશે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે તેમજ રાજ્ય સરકાર તે શાળા પર કડક કાર્યવાહી કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement