એડવાન્સ વેરા વળતર અને બાકી માટે સ્કીમનો કાલથી પ્રારંભ
મહાનગરપાલિકાને 31 મે સુધીમાં એડવાન્સ વેરો ભરનારને 10 ટકા સુધી વળતર મળશે
પાછલા વર્ષના બાકી વેરા અને વ્યાજ માટે 25-25 ટકાના હપ્તા કરી ચાર વર્ષમાં ચૂકવવાની સુવિધા
રાજકોટ મનપા દ્વારા આવતી કાલથી બજેટમાં જાહેર કરેલી એડવાન્સ વેરા પર વળતર યોજના અને બાકી લેણા પર હપ્તે ભરવાની સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. 31 મે 2025 સુધીમાં એડવાન્સ મિલ્કતવેરો, સફાઈકર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્સ સહિતના ચાર્જીસ ભરવા પર 10 ટકા સુધીના વળતરની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત જૂના ચડત મિલ્કતવેરા તેમજ વ્યાજની રકમ પણ 25-25 ટકાના હપ્તા કરી 4 વર્ષ સુધીમાં ભરવાની વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ 2.0નો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા.09/04/2025ના રોજથી એડવાન્સ મિલ્કત વેરો પાણી દર પર વળતર યોજનાનો શુભારંભ થઇ રહ્યો છે, ટેક્સની રકમ ઓનલાઇન/ઓફલાઈન, તમામ સિવિક સેન્ટર અને તમામ વોર્ડ ઓફિસ ખાતે ભરી શકાશે, તેમ મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડે. મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર શ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા શ્રી લીલુબેન જાદવ અને દંડક શ્રી મનીષભાઈ રાડિયાએ જાહેરાત કરી છે.
નવા નાણાંકીય વર્ષમાં વસુલાત શરૂૂ કર્યાની તારીખથી તા.31મે 2025 સુધીમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્ષ, ડ્રેનેજ કર, દીવાબતી કર તથા પાણી ચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ/નોટિસ ફી સહિતની પુરેપુરી રકમ ભરપાઈ કરી આપનારને સને 2025-2026 ની સામાન્યકર, પાણી ચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની રકમના 10 % વળતર આપવામાં આવશે.
ઉપરોકત (1)માં જણાવેલ મુદત પુરી થયે ત્યાર પછીના 30 દિવસની અંદર એટલે કે, તા.01 જુન, 2025થી તા.30 જુન-2025 સુધીમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્ષ, ડ્રેનેજ કર, દીવાબતી કર તથા પાણી ચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ/નોટિસ ફી સહિતની પુરેપુરી રકમ ભરપાઈ કરી આપનારને સને 2025-2026ની સામાન્યકર, પાણી ચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની રકમના 5 % વળતર આપવામાં આવશે.
ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ વિગતો ઉપરાંત ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5 % વળતર આપવામાં આવશે.
ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 1 % વળતર આપવામાં આવશે.
ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજના દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1 % વળતર આપવામાં આવશે.
ઉપરોકત (1) તથા (2)માં જણાવેલ 40% થી વધારે દિવ્યાંગતા હોય અને ફક્ત તેમના જ નામે હોય તેવી રહેણાંક મિલકતોને વિશેષ 5 % વળતર આપવામાં આવશે. (આવો લાભ ફક્ત એક મિલકત પૂરતો સિમિત રહેશે.)
ઉપરોક્ત સંદર્ભ-(2)ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરીપત્ર મુજબ આગામી નાણાંકીય વર્ષ : 2025-26 દરમિયાન આર્મી મેન, એકસ આર્મી મેન કે તેમના વિધવા પત્ની, તેમજ આર્મી મેન કે એકસ આર્મી મેનનાં પત્નીનાં નામથી આવેલ પોતાની માલિકીની એક મિલકત પુરતુ સામાન્યકરની રકમનાં 100 % વળતર આપવામાં આવશે. (આવો લાભ ફક્ત કોઈ એક રહેણાક મિલકત પૂરતો જ મર્યાદિત રહેશે.)
વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીનો લાભ મેળવવા શું કરવું
આ યોજનામાં જોડાવા મિલ્કતધારક તા.31/05/2025 સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઠWWW.RMC. GOV.IN ‘f PROPERTY TAX સેકશનમાં TAX PAYMENTમાં ONE TIME INSTALLMENT SCHEME પર કલીક કરી (જે તે નાણાકિય વર્ષનો ચાલુ સાલનો વેરાની રકમ + જુની ચડત રકમની 25 % ઇન્સ્ટોલમેન્ટની રકમ ) ભરી જોડાઇ શકશે તેમજ પોતાના વિસ્તારની વોર્ડ ઓફીસ ખાતે જઈને યોજનામાં જોડાઈ શકે છે.
વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજના કેવી રીતે લાગુ પડશે
યોજનામાં જોડાનાર મિલ્કતધારકે નાણાકિય વર્ષ 2025-26 થી શરૂૂ કરી સળંગ 04 વર્ષ સુધી જે તે વર્ષનો ચાલુ સાલનો મિલ્કત વેરો પુરેપુરો ભરવાનો રહેશે તેમજ પાછલા બાકી વર્ષોની ચડત રકમ કુલ 04 વાર્ષિક ઇન્સ્ટોલમેન્ટમાં ભરવાની રહેશે. એટલે કે 04 વર્ષ સુધી પ્રત્યેક નાણાકિય વર્ષમાં જે તે સાલનો, ચાલુ વર્ષનો પુરેપુરો મિલ્કત વેરો તથા જુની ચડત રકમના 25% ભરવાના રહેશે. એટલે કે,
- પ્રથમ વર્ષે (2025-26) જે તે વર્ષના ચાલુ સાલનો વેરાની રકમ તથા જુના ચડત વેરાની 25 % રકમ તા.31/05/2025 સુધીમાં ભરવાની રહેશે.
- બીજા વર્ષે (2026-27) જે તે વર્ષના ચાલુ સાલનો વેરાની રકમ તથા જુના ચડત વેરાની 25 % રકમ તા.01/04/2026 થી તા.30/09/2026 સુધીમાં ભરવાની રહેશે.
- ત્રીજા વર્ષે (2027-28) જે તે વર્ષના ચાલુ સાલનો વેરાની રકમ તથા જુના ચડત વેરાની 25 % રકમ તા.01/04/2027 થી તા.30/09/2027 સુધીમાં ભરવાની રહેશે.
- ચોથા વર્ષે (2028-29) જે તે વર્ષના ચાલુ સાલનો વેરાની રકમ તથા જુના ચડત વેરાની 25 % રકમ તા.01/04/2028 થી તા.30/09/2028 સુધીમાં ભરવાની રહેશે.
