જસદણના નવાગામની સરકારી જમીનના નકલી દસ્તાવેજ બનાવી હડપ કરવાનું કૌભાંડ
જસદણમાં નવાગામના બે સગા ભાઈઓએ ગ્રામ પંચાયતની હસ્તકની સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય જેને ખાલી કરવા નોટીસ મળતા આ સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી તેને હડપ કરવાનું કૌભાડ આચરવામાં આવ્યું હતું જે મામલે સરપચ દ્વારા બન્ને સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ જસદણના નવાગામમાં રહેતા સરપંચ ગેંગવભાઈ ગોવિંદભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનજી ઉર્ફે મનુ રૂૂપાભાઇ ભોજાણી અને વલ્લભ રૂૂપાભાઇ ભોજાણીનું નામ આપ્યું છે. સરપંચ ગેંગવભાઈ ગોવિંદભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જમીનમાં બન્ને ભાઈઓએ ગેરકાયદેસર દબાણ કર્યું હોય જેથી સરપચે બન્નેને નોટીસ આપી દબાણવાળી જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. નોટીસ મળતા બન્ને ભાઈઓએ દબાણ વળી જગ્યા પોતાના નામે હોવાના નકલી દસ્તાવેજ બનાવી, નવાગામ ગ્રામ પંચાયતનો ખોટો લેટરપેડ બનાવી લેટરપેડમાં આ જમીન રૂૂ.6 લાખમાં ખરીદી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મનજી ઉર્ફે મનુ રૂૂપાભાઇ ભોજાણી અને વલ્લભ રૂૂપાભાઇ ભોજાણીએ નવાગામ ગ્રામ પંચાયતનો ખોટો લેટરપેડ બનાવી તેમાં સરપચની ખોટી સહી પણ કરી નાખી હતી. આ નકલી લેટર મનજી ઉર્ફે મનુ રૂૂપાભાઇ ભોજાણી અને વલ્લભ રૂૂપાભાઇ ભોજાણીએ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં રજુ કયો હતો.
જેથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ નવાગામ ગ્રામ પંચાયતના લેટરપેડ અને લખાણ અંગે તપાસ કરવામાં આવતા નવાગામ ગ્રામ પંચાયતનો લેટરપેડ ખોટો હોવાનું તપાસમાં ખુલ્યા બાદ આ અંગે તાલુકા વિકાસ અધિકારની સુચના થી નવાગામમાં રહેતા સરપંચ ગેંગવભાઈ ગોવિંદભાઈ ચૌહાણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.