For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરવાળામાં ગોટાળા, ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ બદલ 9218 શિક્ષકોને 1 કરોડનો દંડ

06:27 PM Feb 07, 2024 IST | Bhumika
સરવાળામાં ગોટાળા  ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ બદલ 9218 શિક્ષકોને 1 કરોડનો દંડ

વિધાનસભામાં શિક્ષણને લગતા વિવિધ પ્રશ્ર્નો અંગે સરકારનો જવાબ

Advertisement

શિક્ષણને લગતા વિવિધ પ્રશ્ર્નો વિધાનસભામાં પૂછવામાં આવ્યા હતાં જેમાં વિદ્યાર્થીની કેરિયર માટે અતિ મહતાના એવા પેપર ચકાસણીમાં થતાં ગોટાળાથી માંડીને શિક્ષકો અને ગ્રંથપાલની ખાલી જગ્યાનો સમાવેશ થાય છે.
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં સરવાળાની ભૂલ કરનારા 9218 શિક્ષકને 1.54 કરોડનો દંડ ફટકારાયો છે. વિધાનસભા ગૃહમાં ધોરણ 10, 12ની ઉત્તરવહી મૂલ્યાંકન જેવી ગંભીર કામગીરીમાં સંકળાયેલા 9218 શિક્ષકે છેલ્લાં બે વર્ષમાં બેદરકારી દાખવી હોવાની વિગતો બહાર આવી છે.

વિધાનસભામાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નના જવાબમાં આ વિગતો બહાર આવી છે. શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો કે, વર્ષ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 3350 શિક્ષકો, ધોરણ 12માં 5868 મળી કુલ 9218 શિક્ષકે માત્ર સરવાળો કરવામાં ભૂલ કરી હતી.

Advertisement

જેથી શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને 1.54 કરોડનો દંડ ફટકાર્યો હતો. આમાં પણ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 787 શિક્ષક અને ધોરણ 12માં 1870 મળી કુલ 2657 શિક્ષકે 50.97 લાખથી વધુનો દંડ ભર્યો નથી.
ઉલ્લેખનિય છે કે ધો-10 તથા ધો-12 બોર્ડની પરિક્ષા વિદ્યાર્થીઓની કેરિયર માટે આજીવન મહત્વની હોય છે. ઉચ્ચ શિક્ષણ માટે નામાંકીત કોલેજમાં એડમિશન મેળવવા માટે એક-બે માર્ક પણ હરિફાઇ યુગમાં ખુબજ મહત્વના છે ત્યારે જેની જવાબદારી છે. તેવા શિક્ષકો જ પેપર જોવામાં, માર્કની ગણત્રીમાં આવી ગંભીર બેદરકારી દાખવે તે કેટલા અંશે યોગ્ય ગણી શકાય.

10,669 શિક્ષકોની જગ્યાઓ ખાલી
બિન સરકારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 10,669 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં 671 જ્ઞાન સહાયકોની ભરતી કરી છે. જ્યારે બિન સરકારી અનુદાનીત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રથમ તબક્કાની 3469 જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ છે. વધુમાં કહ્યું કે, બીજા તબક્કામાં જ્ઞાન સહાયકોની 3071 જગ્યાઓ માટે ભરતી પૂર્ણ કરાઈ છે.

ગ્રંથપાલની 16 જગ્યાઓ ખાલી
ધારાસભ્ય હેમંત ખવાના સવાલ પર સરકારે ગ્રંથપાલની ખાલી જગ્યા અંગેનો જવાબ આપ્યો હતો કે, રાજ્યની સરકારી શાળાઓમા ગ્રંથપાલની 16 જગ્યાઓ ખાલી છે. 6 જગ્યાઓ સરકારી શાળાઓમા ગ્રંથપાલની ભરાયેલ હોવાનો પણ જણાવ્યું હતું. સાથો સાથ વહીવટી અનુકૂળતાએ જગ્યા ભરવાનો લેખિતમાં જવાબ આપ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement