રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત-ઈંગ્લેન્ડના ટેસ્ટ મેચ માટે SCAએ લાઇસન્સ માંગ્યું

05:36 PM Feb 07, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ખંઢેરી ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા આગામી તા.15 ફેબ્રુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો ત્રીજો ટેસ્ટ મેચ રમાડવાનો હોય જેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ટેસ્ટ મેચ માટે પાંચ દિવસ લાયસન્સ મેળવવું જરૂરી હોય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા પડધરી મામલતદાર સમક્ષ લાયસન્સ માટેની અરજી કરતાં આ અંગેની દરખાસ્ત પ્રાંત અધિકારીને મોકલી આપવામાં આવી છે. લાયસન્સ ઈસ્યુ થયા બાદ જ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચ રમાશે.

Advertisement

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટે મેચ સિરીઝ ચાલી રહી છે ત્યારે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ ગયા છે જેમાં ભારત અને ઈંગ્લેન્ડન બન્ને એક એક ટેસ્ટ મેચ ઉપર જીત મેળવી છે અને આગામી 15 ફેબ્રુઆરીના રાજકોટ ખંઢેરી ખાતે આવેલ સૈારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં ત્રીજા ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.

ખંઢેરી ખાતે રમાનાર ટેસ્ટ મેચ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને લાયસન્સ લેવું જરૂરી હોય જે માટે પડધરી મામલતદાર પાસે ટેસ્ટ મેચનું લાયસન્સ મેળવવા અરજી કરવામાં આવી છે.જે અરજીના આધારે પડધરી મામલતદારે દરખાસ્ત તૈયાર કરી લાયસન્સ આપવા પ્રાંત અધિકારી સિટી-2નું દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. જે દરખાસ્તને આધારે ટૂંક સમયમાં જ પ્રાંત અધિકારી ભારત ઈંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટ મેચનું લાયસન્સ ઈસ્યુ કરશે અને ત્યારબાદ ટેસ્ટ મેચ માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsIndia-England test matchKhanderi Stadiumrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement