ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી વધુ લાંબો ફલાય ઓવર બ્રિજ લાઇટિંગથી ઝળહળ્યો

02:12 PM Nov 17, 2025 IST | admin
Advertisement

 

Advertisement

સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઓળખ છે તે જામનગર શહેર, કે જેમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી લાંબા 239 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ફ્લાય ઓવર બ્રિઝ ને આખરે તૈયાર કરી લેવાયો છે, અને તેનું આગામી 20 મી તારીખે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જે ઓવરબ્રિજના લાઇટિંગ સાથેનો એરિયલ વ્યૂનો નજારો ઉપરોક્ત તસવીર- વીડિયોમાં જોઈ શકાય છે.

જામનગરમાં નગરજનો જેની રાહ જોઈ રહ્યા હતા, તે સૌરાષ્ટ્ર ના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજનું આગામી તા. ર0 ના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. તંત્ર દ્વારા આ અંગે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામા આવ્યું છે. અને જામનગર મહાનગર પાલિકા દ્વારા દેખરેખ રાખીને આ ફલાયઓવર બ્રિઝ નું નિર્માણ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, અને તેના ઉદ્ઘાટન ની ઘડીઓ ગણાઈ રહી છે.

આગામી તા. ર0 અને ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવી રહ્યા છે, અને ટાઉનહોલમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના હસ્તે આ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ માટે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા તડામાર તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

આ ફલાય ઓવર બ્રિજ કે જેની ક્ષમતા ની ચકાસણી માટે ઓવરલોડ ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, સાથે સાથે ભવ્ય લાઇટિંગ પણ ગોઠવી દેવામાં આવી છે. અને ગઈકાલે રાત્રે આ ફ્લાય ઓવર બ્રિઝ ના લાઇટિંગ સાથેનો ભવ્ય નઝારો ડ્રોન કેમેરા ના માધ્યમથી કેદ કરી લેવામાં આવ્યો હતો, જે એરિયલ વ્યૂ ઉપરોક્ત તસવીર- વિડિયોમાં જોઈ શકાય છે. અને હવે સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઓળખમાં જામનગર શહેરમાં વધુ એક સુવિધા નો ઉમેરો થયો છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newslongest flyover bridge
Advertisement
Next Article
Advertisement