For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કણકોટ રોડ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે

04:16 PM Dec 10, 2025 IST | Bhumika
કણકોટ રોડ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે

પાંચ વર્ષ પહેલાં તૈયાર કરેલ પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપતા 117 કરોડના WTPની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ

Advertisement

મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આવતીકાલે, અલગ-અલગ પ્રોજેક્ટની 24 દરખાસ્ત થશે મંજૂર

Advertisement

મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આવતીકાલે મળશે કમિશનર વિભાગમાંથી અલગ-અલગ કામોની 24 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી રાજકોટ શહેરના અલગ-અલગ વોર્ડમાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખામી સર્જાય ત્યારે વિસ્તારોમાં પાણી કાપ ઝીકવો પડે છે જેના નિવારણ માટે પાંચ વર્ષ પહેલા શહેરના એક એકસ્ટ્રા ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવા ગ્રાન્ટ માટે સરકારમાં રજૂઆત કરવામાં આવેલ જેને મંજૂરી મળતા હવે કણકોટ રોડ ખાતે રૂા.117 કરોડના ખર્ચે 150 એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટની દરખાસ્ત આવતીકાલની સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવશે. જેના લીધે રાજકોટના કોઇ પણ વિસ્તારમાં ઇમરજન્સી પાણી કાપને નિવારી શકાશે અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થશે.

મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં 24 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નાકરાવાડી લેન્ડ ફીલ સાઇટ ખાતે કમપાઉન્ડ હોલ તથા શાળા નં.97માં ચોકીદાર રૂમ તેમજ વોર્ડ નં.4 સહિતના વોર્ડમાં સેન્ટ્રલ ડિવાઇડર સ્ટોન ફિટ કરવા તથા પાઇપ ગટર નાખવા તેજમ પેવીંગ બ્લોક નાખવા અને ગાંધીનગર ખાતેની ક્રિકેટ ટુર્નામેન્ટના ખર્ચ સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને શહેરના કણકોટ રોડ ઉપર ગર્વમેન્ટ એન્જિનીયર કોલેજ પાસે વોર્ડ નં.11માં ટીપી સ્કીમ નં.34 મવડીના ફાઇનલ પ્લોટ નં.80/2 તથા 80/3 કુલ 54558 ચો.મી. જમીન પર ન્યારી ડેમ આધારીત સૌરાષ્ટ્ર ખાતેનો સૌથી મોટો 150 એમએલડી કેપેસ્ટીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂા.117.24 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેમાં પાંચ વર્ષ ઓપરેશન અને મેન્ટેનન્સના રૂા.9.33 કરોડ સાથે કુલ રૂા.136.70 કરોડનું અંદાજ પત્ર મંજૂર કરવામાં આવ્યુ છે.

જેને આવતીકાલની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં મંજૂરી માટે મુકવામાં આવ્યુ છે. આ કામે મહત્વના ભાગો જેવા કે WTP ના તમામ સ્ટ્રક્ચર યુનિટ, અંદાજીત 65.00 એમ.એલ. કેપેસીટીનો જી.એસ.આર., એમ.એલ. કેપેસીટીનો ESR, પમ્પીંગ સ્ટેશન તથા તેને લગત ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કામ કમ્પાઉન્ડ વોલ, ન્યારી ડેમથી આવતી 1400 મી.મી. ડાયાની અંદાજે 5.90 કી.મી. વોટર પાઇપલાઇન, સ્ટાફ ક્વાર્ટર, ઓફીસ બિલ્ડીંગ અને એરિયા ડેવલપિંગ સાથે તેનાં 5 (પાંચ) વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથેનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામે GST સિવાયની રકમ રૂૂા. 117,24,42,872/- માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી.

હોર્ડિંગ્સ બોર્ડની મુદત પાંચ વર્ષની કરાઇ
મહાનગરપાલિકા દ્વારા હોર્ડિંગસ, કિયોસ્ક અને ગેન્ટ્રી બોર્ડ માટે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે જેમાં હવે સુધારો કરી દરેક રોડ ઉપર અપાતા કોન્ટ્રાક્ટમાં બે વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ વખત 35 સાઇટો માટે નવ એજન્સીને 5 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગો મુજબ યાજ્ઞીક રોડ, માલવીયા ચોક, સરદાર નગર મેઇન રોડ, રેસકોર્ષ રીંગ રોડ, જવાહર રોડ, કિસાન પરા ચોક, કાલાવડ રોડ, હોસ્પિટલ ચોક તેમજ ગોંડલ રોડ, કસ્તુરબા રોડ, એરપોર્ટ રોડ, મવડી મેઇન રોડ, શીતલ પાર્ક રોડ, મોચીનગર મેઇન રોડ, ભક્તિનગર સ્ટેશન રોડ સહિતના સ્થળો ઉપર અલગ અલગ સાત એજન્સીઓને પાંચ વર્ષ માટે હોર્ડિંગ, કિયોસ્ક અને ગેન્ટ્રી બોર્ડ માટે કામ આપવામાં આવશે.

ફાયર, ઝૂ, ડ્રેનેજ, સોલીડ વેસ્ટ અને આરોગ્ય શાખાના કર્મીઓના પગાર વધશે
રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓમાં જુદા-જુદા સંવર્ગોની જગ્યાઓ કાયમી સ્ટાફ સેટઅપમાં ઉપસ્થિત કરવામાં આવેલ છે. જગ્યાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા સમયાંતરે પગારસુધારણા કરવા માંગણીઓ કરવામાં આવેલ, વંચાણે-10 નાં હુકમથી પગારસુધારણા કમિટીની રચના કરવામાં આવેલ છે જેમાં જુદા-જુદા સંવર્ગોની પગાર સુધારણા અંગેની માંગણી પૈકી વંચાણે-11 અને 12 ની કાર્યવાહી નોંધથી કુલ-09 સંવર્ગોનાં પગારમાં સુધારો કરવાનું ગ્રાહ્ય રાખવા અભિપ્રાય આપેલ છે. જેમાં ચીફ ફાયર ઓફિસર, ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ, ડે.પ્યુટી ચીફ ફાયર ઓફિસર, લેબર ઓફિસર, સેનિટેશન ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર, સુપ્રિન્ટેન્ડન્ટ (જન્મ-મરણ) સફાઇ સુપરવાઇઝર આ તમામને પગાર વધારો મળશે. જેમાં શરત મુજબ ક્રમ-03 થી 09 ની જગ્યા પર હાલ ફરજ બજાવતા કર્મચારીઓને સુધારા મુજબનું પગારધોરણ વહીવટી મંજુરી મળ્યા બાદ પગાર સુધારા બાબતનો હુકમ થયા તારીખથી મળવાપાત્ર થશે આવા કર્મચારીઓએ હાલ સુધી બજાવેલ ફરજોનું જુના પગારધોરણનું કોઈ એરિયર્સ/નોશનલ અસરથી માંગણી કરશે નહી તેવી નોટરાઈઝડ બાહેંધરી કર્મચારી પાસેથી દિવસ-10 માં મેળવવાની રહેશે ત્યારબાદ પગારધોરણનો લાભઆપવાની કાર્યવાહી કરવાની રહેશે તેમજ નવા પગારધોરણમાં આવ્યા તારીખથી ઉચ્ચતર પગારધોરણનો લાભનિયમાનુસાર ભવિષ્યમાં મળવાપાત્ર થશે.

મનપાની સ્કૂલનું સંચાલન સંસ્થાને સોંપવામાં કૌભાંડની આશંકા
રાજકોટ શહેરના વોર્ડ નં.5માં રણછોડ નગર શેરી નં.10માં આવેલ માધ્યમીક શાળાનું મકાન શ્રી સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટને લીઝ ઉપર આપ્યા બાદ મુદત વધારાવા માટેની દરખાસ્ત બે-બે વખત સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવેલ જે પરત મોકલાવ્યા બાદ આવતી કાલની સ્ટેન્ડિંગમાં ફરી વખત રજૂ કરવામાં આવી છે. વારંવાર દરખાસ્ત પરત મોકલવા અંગે સુત્રોના જણાવ્યા મુજબ સંસ્થા દ્વારા વિના મુલ્યે સંચાલન કરવાની શરતે કામ સંભાળવામાં આવેલ પરંતુ ચાર્જ સંભાળ્યા બાદ મોટી ફી વસુલવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતા આ અંગે સ્ટેન્ડિંગ કમિટિએ તપાસ કરવાનુ વિચારી દરખાસ્ત પરત મોકલી હતી અને હવે આવતીકાલની સ્ટેન્ડિંગમાં ફરી વખત રજૂ કરવામાં આવી છે. જે મંજૂર થશે કે, પરત મોકલાશે તે આવતી કાલ માલુમ પડશે.

મનપાના કાર્યક્રમોનુ સંચાલન હવે સરકાર માન્ય એજન્સી કરશે

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજયભરમાં શહેરી વિકાસ વર્ષના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલુ વર્ષ શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને આગામી સમયમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઉક્ત સંદર્ભ(1)ના પત્રથી સરકારના INDEXTb એ એમ્પેનલ કરાયેલ એજન્સીઓ પાસે કામગીરી કરવા જણાવેલ છે.

ઉપરોક્ત વિગતોએ, આ પ્રકારના કાર્યક્રમો માટે રેઇટ કોન્ટ્રાક્ટ કરેલ કામો તેમજ રેઇટ કોન્ટ્રાક્ટ ન કરેલ કામો જેવા કે, મંડપ, લાઈટ, સાઉન્ડ, LED, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, ડ્રોન, બેનર, પત્રિકા, અન્ય પ્રિન્ટિંગ, પ્રચાર-પ્રસાર, દૈનિક વર્તમાન પત્રો અને રેડિયો જાહેરાત, શિલ્ડ, મોમેન્ટો, એન્કર, સાંસ્કૃતિક કાર્યક્રમો, અલ્પાહાર, ભોજનની વ્યવસ્થા, બસ/વાહનની વ્યવસ્થા વગેરે જેવી કોઈપણ કામગીરી માટે ઈજારા આપેલી કામગીરી જે તે ઈજારા મુજબ અને જરૂરીયાત મુજબ ઈજારા બહારની કામગીરી કે ઈજારાની મુદ્દત થયેલ કામગીરી લગત ઈજારા મુજબ કરાવવા અને આ કાર્યક્રમોના ખર્ચ જેટલી નાણાંકીય મર્યાદામાં વધારો કરી આપવા તેમજ આનુસાંગિક થનાર તમામ ખર્ચ, ખરીદી માટે એડવાન્સ ખર્ચ મંજુર થવા તથા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સરકારના INDEXTb એ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે નિયુક્ત કરેલ એજન્સીને એમ્પેનલ કરવા જણાવેલ હોઇ, સરકારના ઈંગઉઊડઝબએ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે નિયુક્ત કરેલ એજન્સીઓને રાજકોટ મહાનગરપાલિકામાં એમ્પેનલ કરવા તથા ભવિષ્યમાં સરકારના INDEXTb દ્વારા એમ્પેનલ કરવામાં આવનાર એજન્સીઓને એમ્પેનલ કરવા અને આ તમામ કામે કમિશનર, રાજકોટ મહાનગરપાલિકાને અધિકૃત કરવા અંગેની આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી જરૂૂરી ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement