સૌરાષ્ટ્ર યુનિ.ના સેમેસ્ટર-4ના 44 હજાર છાત્રોની કાલથી પરીક્ષા
સીસીટીવીના મોનિટરિંગ સાથે 180 કેન્દ્રો પર પેપર લેવાશે: 70થી વધુ ઓબ્ઝર્વરની નિમણૂક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનમાં અભ્યાસ કરતા સેમેસ્ટર-4ના 44254 વિદ્યાર્થીઓની આવતીકાલથી પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 180 કેન્દ્રો પર બેઠકની વ્યવસ્થા કરવામન આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. મનિષ શાહ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં તમામ ભવનોનાં અધ્યક્ષો તથા સંલગ્ન તમામ કોલેજો/સંસ્થાનના આચાર્ય/ટ્રસ્ટીઓ જોગ જણાવવામાં આવ્યુ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી દરેક પરીક્ષાઓમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા રાખવા ફરજીયાત છે. સીસીટીવી કેમેરાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે લાઇવ મોનીટરીંગ થઇ શકે તે માટે કોલેજમાં જે વર્ગખંડોમાં પરીક્ષા લેવાતી હોય તેમના સીસીટીવી કેમેરાને જે DVR સાથે જોડેલા છે તે DVR ની ઇન્ટરનેટ કનેક્ટિવિટી (10 MBPS અથવા તેથી વધુ ક્ષમતાવાળી બેન્ડ વિથ રાખવાની છે) જેથી પરીક્ષાના સમય દરમ્યાન સીસીટીવી ચાલુ રહે તે અંગેની કાળજી લેવાની જવાબદારી કોલેજ આચાર્યની રહેશે.
કોલેજે આગામી પરીક્ષા માટે સીસીટીવી કેમેરા ભાડે લાવી કામગીરી ચલાવી લેવાની નથી. હજુ પણ જે પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા સિસ્ટમ વિકસાવાઈ ન હોય તેઓને વિકસાવવાની રહેશે. કોઈપણ તકનીકી કારણોસર જો સીસીટીવી કેમેરા ચાલુ ન હોય અથવા પાવર સપ્લાય ન હોય અને તેવા સંજોગોમાં ઙૠટઈકની સાથે પત્ર વ્યવહાર કરેલ હોય તો તેની નકલ આપના કારણ દર્શાવતા પત્ર સાથે મોકલવાની રહેશે. પરીક્ષા દરમિયાન તમામ વર્ગખંડોમાં સીસીટીવી કેમેરાનું વીડિયો રેકોર્ડિંગ બે ઉટઉ નકલમાં 3 દિવસમાં મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. કોઈપણ પ્રકારની કાનૂની પ્રક્રિયા દરમ્યાન અત્રેથી જ્યારે પણ તમામ સીસીટીવી કેમેરાનું વીડિયો રેકોર્ડિંગ માગવામાં આવે ત્યારે છેલ્લા 1 માસ સુધીનું વીડિયો રેકોર્ડિંગ રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત આઇપી એડ્રેસ બદલવાના રહેશે નહીં.