ઓખા-ભાવનગર એક્સપ્રેસ 14મીથી અઠવાડિયામાં 4 દિવસ રાજકોટથી શરૂ થશે
ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર2ના મરામત કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. તેના કારણે રાજકોટ ડિવિઝન મારફતે પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલન પર આગામી 45 દિવસ સુધી અસર પડશે. રદ્દ કરવામાં આવનાર ટ્રેનોમાં ટ્રેન નંબર 59228/59233 ભાવનગરસુરેન્દ્રનગરભાવનગર પેસેન્જર તારીખ 12.12.2025 થી 25.01.2026 સુધી કુલ 45 દિવસ માટે રદ્દ રહેશે.
આંશિક રીતે રદ્દ રહેતી ટ્રેનોમાં ટ્રેન નંબર 19210 ઓખાભાવનગર એક્સપ્રેસ તારીખ 14.12.2025 થી 26.01.2026 સુધી અઠવાડિયામાં 4 દિવસ દરેક રવિવાર, સોમવાર, બુધવાર અને ગુરુવારે ઓખાને બદલે રાજકોટ સ્ટેશનથી શરૂૂ થશે. આ રીતે આ ટ્રેન અઠવાડિયામાં 4 દિવસ રાજકોટથી ભાવનગર વચ્ચે ચાલશે અને ઓખારાજકોટ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. ટ્રેન નંબર 19209 ભાવનગરઓખા એક્સપ્રેસ તારીખ 13.12.2025 થી 25.01.2026 સુધી અઠવાડિયામાં 4 દિવસ દરેક મંગળવાર, બુધવાર, શનિવાર અને રવિવારે ભાવનગરથી ઉપાડીને રાજકોટ સ્ટેશન સુધી જ ચાલશે.
આ રીતે આ ટ્રેન અઠવાડિયામાં 4 દિવસ રાજકોટઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની યોજના બનાવે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ માટે કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવો જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.
