રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDC દ્વારા GPSC સહિતની પરીક્ષાના શરૂ થશે કોચિંગ વર્ગો

05:28 PM Sep 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સી.સી.ડી.સી. મારફત જૂદી જૂદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની 1 તાલીમ સચોટ રીતે જુદાં-જુદાં વિષયોનાં તજજ્ઞો મારફત આપવામાં આવે છે. દેશભરમાં સી.સી.ડી.સી. પ્રકારનું સરકારી નોકરી અપાવતું કેન્દ્ર એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2006 થી ચાલે છે અને ’નેક’ મારચ્છત દેશભરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની "બેસ્ટ પ્રેક્ટીસ" તરીકે આઈડેન્ટીફાઈડ કરાયેલ છે. સી.સી.ડી.સી.નાં તજજ્ઞોની સચોટ તાલીમનાં કારણે 4000 થી વધુ છાત્રોને સરકારી નોકરીનું સ્વપ્ન સાકાર થયું છે. સીસીડીસીના તાલીમ વર્ગોમાં દરરોજ સીલેકટેડ ટોપીક ઉપર માર્ગદર્શન, સ્વચકાસણી સ્વરૂૂપ એમ.સી.કયુ. પરીક્ષા, જ્ઞાનના સાગર રૂૂપી ઈનહાઉસ લાયબ્રેરી તથા પરીક્ષામાં સફળતા મેળવે તે પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી અને કુલસચિવના સફળ માર્ગદર્શન હેઠળ ટીમ સી.સી.ડી.સી. મારફત અનેક સફળતાપૂર્વક કાર્યક્રમ અને તેના ફળ સ્વરૂૂપ દરેક પરીક્ષામાં છાત્રો મારફત ઝળહળતી સફળતા મેળવી સીસીડીસીના તાલીમવર્ગોને અને કાર્યશાળાઓના આયોજનને બિરદાવેલ છે. હાલ જી.પી.એસ.સી. દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 (ૠઙજઈ- જફિંયિં ઝફડ્ઢ ઈંક્ષતાયભજ્ઞિિં, ઈહફતત-3) ની 300 જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે. આ માટે ભરતીની જાહેરાતના અનુસંધાને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પ્રાથમિક તબક્કાના કોચીંગવર્ગ સી.સી.ડી.સી., સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. 12-09-2024 ને ગુરૂૂવારથી સી.સી.ડી.સી. ખાતે આ પ્રાથમિક પરીક્ષાના તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રાથમિક પરીક્ષાના તાલીમવર્ગના અભ્યાસક્રમમાં ભારતનું બંધારણ, ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, ક્વોન્ટીટેટીવ એપ્ટીટવૂડ અને રીઝનીંગ જેવા સિલેકટેડ વિષયોની સઘન તાલીમ આપવામાં આવનાર છે. ઉપરોક્ત તાલીમવર્ગમાં જોડવા ઈચ્છતા ઉમેદવારો તા. 10-09-2024 સુધીમાં સી.સી.ડી.સી. બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, જી.પી.એસ.સી.નું રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 નું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, આઈ.ડી. પ્રુહ, છેલ્લી માર્કશીટ અને સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે.રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વીંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssaurashtra university
Advertisement
Next Article
Advertisement