રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેશ ભક્તિના રંગે રંગાયું સૌરાષ્ટ્ર; ઠેર-ઠેર તિરંગા વિતરણ

11:16 AM Aug 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં દેશભરમાં તા.8 ઓગષ્ટથી 15 ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ઠેર-ઠેર રંગારંગ તિરંગા કાર્નિવલ યાત્રાનું આયોજન અને તિરંગા વિતરણ કાર્યક્રમો યોજાયા હતા.

અનીડા ભાલોડી
ગોંડલના અનીડા ભાલોડી ગામે ગામના સરપંચ શામતભાઈ બાંભવાની આગેવાની હેઠળ 15 મી ઓગષ્ટના સ્વાતંત્ર્ય પર્વની તૈયારીના ભાગ રૂૂપે અનીડા ગામમાં નહર ઘર તિરંગાથ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી અનિડા ગામમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને આરોગ્યની ટિમ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો તથા સર્વે ગ્રામજનોમા આપણા દેશનો રાષ્ટ્રધ્વજ એ એકતા, અખંડીતતા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે તેવી ભાવનાઓ વિકસે તે બાબતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામ કંડોરણા
ભારતની આઝાદીના 78મા વર્ષ નિમિત્તે સ્વાતંત્ર દિન અગાઉ લોકોમાં રાષ્ટ્રભાવના વધે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે માન કેળવાય તે હેતુથી જામકંડોરણામાં જામકંડોરણા પોલીસ સ્ટેશન દ્વારા તિરંગા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટના રોજ ભારતની આઝાદીના 78 વર્ષ નિમિત્તે ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આગામી 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની જામકંડોરણા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના હર ઘર પર ત્રિરંગા લહેરાય તે હેતુથી ત્રિરંગા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસ ની ઉજવણી અંતર્ગત જામકંડોરણા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રોઘેલ પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ઉપલેટા
ઉ5લેટા તાલુકા ખાતે આગામી તા:-13/08/2024ના રોજ 10-00 કલાકે ટાવરવાળી તાલુકા શાળાથી શરૂ કરી નાગનાથ ચોક- જીકરીયા ચોક- ગાંઘી ચોક રાજમાર્ગ- બસ સ્ટેન્ડ ચોક સુઘી કરવાનું નકિક કરવામાં આવેલ છે. સદરહુ કાર્યક્રમમાં ઉ5લેટા તાલુકાના આગેવાનઓ,નાગરીકો, અલગ-અલગ એસોશીયેશન, સંસ્થાઓ, સમાજના આગેવાનો વિગેરે ભાગ લઇ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહભાગી બને તે માટે તાલુકા વહિવટી તંત્ર દ્રારા હાર્દિક આમંત્રણ આ5વામાં આવે છે.

વાંકાનેર
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરી વાહન ચાલકો તથા ધંધાર્થીઓમાં તિરંગા વિતરણ કરી રાષ્ટ્ર એકતા તેમજ રાષ્ટ્ર પ્રેમ તરફ જનતાને પ્રેરિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ તકે વાંકાનેર સીટી પીઆઇ એચ. વી. ઘેલા, હેડ કો. વાલજીભાઈ પરમાર, પ્રદિપસિંહ ઝાલા, કો. જગદીશભાઈ ગાબુ, પ્રવિણભાઇ, મહિલા પોલીસ કર્મચારીઓ તથા પોલીસ સ્ટેશન સ્ટાફ સહિતના જોડાયા હતા.

વેરાવળ
ગીર સોમનાથ જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ એટલે કે તા.14 ઓગસ્ટના રોજ ટાવર ચોકથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સુધીની રંગારંગ તિરંગા કાર્નિવલ યાત્રા યોજાશે. આ યાત્રાના આયોજન અંગે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મોરબી
પ્રધાનમંત્રી દ્વારા પ્રેરીત હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત દેશના દરેક શહેર અને ગામે ત્રિરંગો લેહરાય તેવી રાજય સરકારની નેમ છે. જે અનુસંધાને પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક એસ.એચ.સારડાની સુચના મુજબ મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક પોલીસ દ્વારા ઘર-ઘર ત્રિરંગો ફરકાવવા માટે લોકોને પ્રેરણા મળે તે સારૂૂ વાહન ચાલકો તેમજ નગરજનોને રાષ્ટ્રપ્રેમના ગૌરવ વધારતા 1000 થી વધુ ત્રિરંગાનુ નિ:શુલ્ક વિતરણ કરીને મોરબી જીલ્લાના નાગરીકોને દરેક ઘરે ત્રિરંગો લહેરાવવા અપીલ કરી. દેશની આન-બાન-શાન એવો ત્રિરંગો સ્વતંત્રતા પર્વ પર ઘરે-ઘરે લહેરાશે અને ભારતમાતાનુ જય ગાન કરશે.

જામનગર
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂૂપે સમગ્ર રાજ્યમાં તા.8 થી તા.15 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન યોજાનાર નતિરંગા યાત્રાથની ઉજવણી તેમજ નહર ઘર તિરંગાથ અભિયાનમાં સહભાગી થવા રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા જામનગર જિલ્લામાં 3.90 લાખ અને રિલાયન્સ ગ્રીન ટાઉનશીપમાં 10 હજાર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 7.90 લાખ તિરંગા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં થયેલી આ સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃત્તિ અંતર્ગત જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, મોરબી, કચ્છ અને વડોદરા જિલ્લાઓમાં કુલ મળીને 7.90 લાખ તિરંગા સબંધિત જિલ્લાના વહીવટી તંત્રને લોકોમાં વહેંચવા માટે આપવામાં આવ્યા છે.

ગોંડલ
ગોંડલ પોલીસ દ્વારા શહેરના સંગ્રામજી હાઈસ્કૂલ કોલેજ ચોક ખાતે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગોંડલ કોલેજ ચોક ખાતે ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલાની અધ્યક્ષ સ્થાને શહેર તેમજ તાલુકા પોલીસ દ્વારા આગામી 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની તૈયારીના ભાગરૂપે બાળકો તેમજ લોકોમાં રાષ્ટ્રધ્વજ એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવ પ્રતીક છે તેવી ભાવનાઓ સાથે શહેરના કોલેજચોક પાસે આવેલ સર ભગવતસિંહજી ગાર્ડન પાસે તિરંગાનું સ્કૂલ - કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનોને વિતરણ કરવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગોંડલ શહેર તેમજ તાલુકાના નગરજનો પોતાના ઘર પર હર ઘર તિરંગા લહેરાય તે હેતુથી તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

Tags :
gujaratgujarat newsSaurashtraSaurashtra newsTriranga Yatra
Advertisement
Next Article
Advertisement