સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મદુરાઇમાં ચાલતી ચેર દ્વારા સૌરાષ્ટ્રની ભાષાની વેબસાઇટનું લોન્ચિંગ
સૌરાષ્ટ્ર યુનીવસિટી અંતર્ગત તમિલનાડુમાં એક હજાર વર્ષ પૂર્વે વિસ્થિપત થયેલ સોરાષ્ટ્ર લોકો સાથે સંકૃતિક આદાનપ્રદાન અને વિવિધ વિષયે અભ્યાસ અર્થે 2008માં સૌરાષ્ટ્ર હેરીટેજ ચેરની સ્થાપના થયેલ. સોરાષ્ટ્ર હેરીટેજ ચેરની સ્થાપના સમયથી કાર્યરત ચેરના મદુરાઈ ખાતેના કોર્ડીનેટર એવા સાહિત્ય અકાદેમી પુરસ્કૃત ડો. દામોદરના દુખદ અવસાન થયેલ. ડો. દામોદરના જીવન પર્યત સૌરાષ્ટ્રી ભાષા અને સાહિત્ય ને કરેલ અમૂલ્ય પ્રદાનને ધ્યાને લઇ સૌરાષ્ટ્ર હેરીટેજ ચેર, સૌરાષ્ટ્ર સદસ, મદુરાઈ દ્વારા તા. 12 જુલાઈ 2025 ના રોજ કે.એલ.એન. પોલીટેકનિક કોલેજ, મદુરાઈ ખાતે ’સ્મરણાંજલી’ કાર્યક્રમ યોજાયેલ.મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત એમ.કે. જવાહર બાબુ (પ્રમુખ, સૌરાષ્ટ્ર વિદ્યાસંગમ, એન.એમ.આર. સુબ્બારામન મહિલા કોલેજ, મદુરૈ)એ ડો. દમોદરનના સૌરાષ્ટ્ર લિપિનું જ્ઞાન પ્રસરે તે માટેના વિશાળ પ્રયાસો તથા સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાનની નોંધ લીધી હતી.
શ્રદ્ધાંજલિના ભાગરૂૂપે ડો. દામોદરની છબીને કુલપતિ તથા ઉપસ્થીત વિવિધ સૌરાષ્ટ્રી સંગઠનનાં આગેવાનો પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સત્રનો સમાપન ધન્યવાદ પ્રસ્તાવ સાથે થયો જે પ્રોફ. એમ.એન.એસ. જયંથીએ આપ્યો. H.A. કે.એસ.ડી. શિવપ્રસાદ અને પ્રોફ, એલ.આર. ગોવર્ધનન એ સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું. સત્ર બેમાં ઉપસ્થિત વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આર.આર. સત્યમૂર્તિ, ટી.એસ. કૃષ્ણારામ, એસ.પી. ગીતા ભારતીય, કે.કે. જ્ઞાનપ્રભાકરન, કે.કે. દિનેશ, એસ.કે.આર. રમેશ, અર્જુન કૃષ્ણારામ અને જય. આર. જવાહરલાલ પોતાના સંબોધનમાં ડો. દમોદરનના માતૃભાષા અને સાહિત્ય માટેના અવિરત સેવાકાર્યની પ્રશંસા કરી.
અને તેમના કાર્યને આગળ વધારવા અહવાન કરેલ. બપોરના સત્રમાં www.saurashtri.org બોલચાલની (સ્પોકન) સૌરાષ્ટ્રી માટેની નવી વેબસાઇટનું ઉદ્ઘાટન ઉપકુલપતિ પ્રોફ. ઉત્પલ એસ. જોશી દ્વારા થયું. મદુરાઈ ખાતે સૌરાષ્ટ્ર હેરીટેજ ચેરના કોર્ડીનેટર તરીકે કે.એસ.ડી. શિવપ્રસાદ અને પ્રોફ. એલ.આર. ગોવર્ધનના નામોની જહેરાત કરી હતી. કુલપતિ પ્રો. ઉત્પલ જોશીના બે દિવસના મદુરાઈ પ્રવાસમાં તેઓએ સૌરાષ્ટ્રિ લોકોના ભક્ત કવિ એવા સંત ગોપલ નટન નાયકી સ્વામી મંદિરની વ્યવસ્થા સમિતિના નિમંત્રણથી દર્શન અને ડો. કે.કે. જ્ઞાનપ્રભાકરન, પ્રમુખ, નાયકિ મંદિર તથા સમિતિ સાથે મુલાકાત કરી હતી.