ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સૌરાષ્ટ્ર એટલે પથ્થરને પાટુ મારી પૈસા કમાનાર હીર : મુખ્યમંત્રી

04:48 PM Jan 06, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજયના વેપાર-ઉદ્યોગના સર્વશ્રેષ્ઠ અને અગ્રગણ્ય સંગઠન પૈકીનું 70 વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સભ્ય પરીવારનું સ્નેહમિલન, સંગીત સંધ્યા, ભોજન સમારંભ, સન્માન સમારંભ તથા નવી ડિરેક્ટરી વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ત રીકે કેબીનેટમંત્રી ભાનુબેન બાબ રીયા, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, આર્ષ વિદ્યામંદિર-મુજકાના 5. પુજય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, સાંસદ રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, જીલ્લા પંચાયત ચેરમેન પ્રવિણાબેન રંગાણી, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, કલેકટર, મ્યુનીશીપલ કમિશ્નર, જીલ્લા વિકાસ અધિકારી, CGST કમિશ્નર, જોઈન્ટ ડીજીએકટી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર, તેમજ ચેમ્બરના પુર્વ પ્રમુખઓ, સૌરાષ્ટ્રની ચેમ્બરો અને એસોસીએશનોના હેદેદારો તેમજ બહોળી સંખ્યામાં સભ્ય પરીવારો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા તમામ મહાનુભાવોના હસ્તે રાજકોટ ચેમ્બર દ્વારા તૈયાર કરવામાં આવેલ સંપુર્ણ માહિતી સભરની નવી ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું.

તેમજ 2 STAR EXPORTERS એવા જયશ્રી ઈમ્પેક્ષ, જયસન્સ એક્ષપોર્ટસ, PBW બેરીંગ્સ પા.લી., જોલી એચી ઈમ્પેક્ષ પ્રા.લી., ઈવેન્ટ સ્પોન્સર મે.શિલ્યાલાઈક સ્ટાઈલ તેમજ વિવિધક્ષેત્રે આગવું યોગદાન આપનાર અને રમત ગમતક્ષેત્રે મેળવેલ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર એવા આર્કિટેકટ કિશોરભાઈ ત્રિવેદી, મનસુખભાઈ સુવાગીયા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, કું.બાંશુરી પી. મકવાણા, રૂૂદ્દ પેથાણી, દેવમ આર. કોટક, BINTECH INFOWAS LLP,, મેગો પીપીલ પરિવારનું મોમેન્ટો અર્પી સન્માન કરવામાં આવ્યું.
પ્રમુખ વી.પી. વૈષ્ણવશ્રી જણાવેલ કે, સ્નેહમિલન કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રાજયના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અનય મહાનુભાવો પત્યે આનંદ સહ આભારની લાગણી વ્યક્ત કરેલ. રાજકોટ સૌરાષ્ટ્રનું હબ હોય અને સમગ્ર વિશ્વમાં તેની નોંધ લેવાઈ રહી છે તેમજ ભારત દેશ આજે વિશ્વ ફલક ઉપર ઉભરી આવ્યો હોય ત્યારે તેમાં ગુજરાતનો મહત્વનો સિંહફાળો રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દુભાઈ પટેલએ સ્નેહમિલન કાર્યક્રમમાં સૌને મળ વાની તક મળી તે બદલ સહદય આભારની લાગણી વ્યકત કરતા જણાવેલ કે, રાજકોટ ચેમ્બર દ્વારા જે ક્ધવેન્શન સેન્ટરની માંગણી કરાયેલ છે. ત્યારે કલેકટર, મ્યુ. કમિશ્નર તેમજ પદાથીકારીઓ હાજર છે તો રાજકોટને ક્ધવેશન સેન્ટરની સ્થળ પર જ ફાળવણી કરી દીધેલ અને તે માટે જગ્યા ઉપલબ્ધ હોય તે સરકારના ધ્યાને મુવી તેની કાર્યવાહી સરકાર દ્વારા તાત્કાલીક પુરી કરવામાં આવશે. વધુમાં આખા વર્લ્ડને હચમચાવી નાખનાર આસૌરાષ્ટ્ર છે અને પથ્થરને પાટુ મારી પૈસા કમાનાર વ્યકિતઓ છે.

ત્યારે રાજય સરકાર આપવા માટે હંમેશા તૈયાર છે. જંત્રીના દરોમાં પણ કોઈએ મુંજાવવાની જરૂૂર નથી સરકાર દરેક લોકોનું ધ્યાન રાખી રહી છે. નવી જીઆઈડીસી માટે પણ જચાનકકી કરવા જણાવેલ અને તે માટે સરકાર પુરો સહયોગ આપશે. વિકસીત ભારત અને વિકસીત ગુજરાત અંતર્ગત સરકાર દ્વારા પર્યાવરણ ઉપર વધારે ફોક્સ કરવામાં આવી રહયું અને મિશન લાઈન શરૂૂ કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા વાઈબન્ટમાં 50% જેટલા ખઘઞ ગીન એનર્જી માટેના થયા છે. ત્યારે ઈન્ડ્રીસ્ટ્રીઝને પણ પર્યાવરણની ખાસ જાણવણી કરવી પડશે અને ગ્લોબલ કોમ્પીટીશનમાં ટકી રહેવા માટે ગ્રીન એનર્જી મહત્વનું પાસું છે. ખાસ કરીને રાજકોટ ચેમ્બર દ્વારા જે 8 જેટલા મુદ્દાઓ ધ્યાને મૂકયા છે તે પૃશ્નો નહી પણ માંગણીઓ છે અને સરકાર તેનું યોગ્ય નિરાકરણ લાવવા પયાસ કરશે. ગુજરાતમાં વેપાર-ઉદ્યોગ ધમધમતો રહે અને તે માટે કોઈપણ જરૂૂ રીયાત રહેશે તો તે માટે રાજ્ય સરકાર હંમેશા સાથે છે.રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર ફાળવવાની રાજકોટ ચેમ્બરની વર્ષોની જે માંગણી હતી તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ પુર કરેલ અને તે માટે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જહેમત ઉઠાવલ છે. જે બદલ રાજકોટ ચેમ્બર આભારની લાગણી વ્યકત કરે છે.

Tags :
cm bhupednra patelgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement