સૌરાષ્ટ્રમાં સવારે ધૂળનું આવરણ છવાયું
હાઈવે ઉફર અમુક સ્થળે ઝીરો વિઝિબિલીટી, હજુ બે દિવસ ધૂળની ડમરીઓ ઉડવાની અને તાપમાન ઘટવાની આગાહી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અને કાળઝાળ ગરમી સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકને વાહનો ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આજે સવારે અચાનક જ ધુમ્મસ જેવુ ધુળનું આવરણ જોવા મલ્યુ ંહતું. અમુક સ્થળે હાઈવે ઉપર ઝીરો વિઝિબિલીટી થઈ જતાં વાહનો થોભાવી દેવા પડ્યા હતાં. સવારે લગભગ એકાદ કલાક સુધી આ ધુળનું આવરણ જોવા મળ્યું હતું.
બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં બે દિવસ સુધી ધૂળ ભરેલી ડમરી સાથે તોફાન આવશે.
સૌરાષ્ટ્રના કેટલાય ભાગમાં અચઈં 270ની પાર જવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં આણંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ વગેરે ભાગમાં પણ ધૂળના વાદળો જોવા મળશે. આ ઉપરાંત રાધનપુર, પાટણના અમુક ભાગ, વીરમગામ, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, ધંધુકા-લખતરમાં ધૂળ ભરેલી ડમરી ઉડતા જોવા મળશે. આવનારા સમયમાં ગરમી ઘટી જશે. એપ્રિલમાં તાપમાનમાં ઉતાર-ચઢાવની સંભાવના રહેશે. 26 તારીખ બાદ રાજ્યના 9 જિલ્લામાં હળવો વરસાદ થશે.
હવામાન વિભાગે આજથી બે દિવસ સુધી ગુજરાતમાં ધૂળ ભરેલી આંધી ચાલવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બે દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો આવવાની સંભાવના છે. હવામાન વૈજ્ઞાનિકોનું પૂર્વાનુમાન છે કે, ચોમાસા પહેલા ભારે પવન આવશે.
એપ્રિલમાં તાપમાન વધવું જોઈએ, પરંતુ તેના બદલે તે ઘટવાની શક્યતા છે. તે જ સમયે, મે મહિનામાં પણ ધૂળવાળું વાતાવરણ જોવા મળશે. આ ઉપરાંત, ધૂળનું તોફાન પણ આવશે. કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ 45 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.