ગાંધીનગરમાં સત્યાગ્રહ, 1 લાખ શિક્ષકોની મહાપંચાયત
- જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્ર્ને માસ્તરો લડી લેવાના મૂડમાં: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્ર્નોના નિરાકરણ નહીં આવતા શિક્ષકો દ્વારા સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે. બુધવારે પેનડાઉન કર્યા બાદ આજે ગાંધીનગરમાં આર.એસ.એસસીની ભીનીસંસ્થા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધીનગરના સેક્ટર 6માં ઓવલી સત્યાગ્રહ છાવણી ખાતે મહા પંચાયત યોજવામાં આવી હતી. અને નિરાકરણ નહીં આવે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગાંધીનગરમાં આજે મહાપંચાયત યોજાઇ હતી. રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર આવ્યા હતાં. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં મહાપંચાયત યોજાયા હતાં. જૂની પેન્શન યોજના સહિતની માગો આજે શિક્ષકો સરકાર સામે મોરચો માંડ્યો હતો. જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, જેતપુરથી શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતાં.. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના શિક્ષકો પણ મહાપંચાયતમાં જોડાયા હતાં. આ મહાપંચાયતમાં અંદાજિત એક લાખ શિક્ષકો જોડાય અને મોરચો માંડ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ રાજ્યના શિક્ષકોએ તથા કર્મચારીઓએ ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલન કર્યું હતું.આ આંદોલન બાદ આ પહેલા સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ગેરંટી આપી હતી. જો હજું સુધી કોઇ પણ પેન્ડિંગ પ્રશ્નોનો હલ ન આવતા રાજ્યભરના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. આજે 9 માર્ચે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં 1 લાખ શિક્ષકો અને કર્મચારીઓ ભેગા થઈને મહાપંચાયત કરી હતી અને શાંતિપૂર્ણ રીતે સરકારનું ધ્યાન પેન્ડિંગ પ્રશ્નો તરફ દોરવાનો પ્રયાસ કર્યા હતાં.
જૂના અને નવા બંને પેન્શનના કેટલાક ફાયદા અને ગેરફાયદા છે. જૂની પેન્શન યોજનામાં, નિવૃત્તિ સમયે, કર્મચારીના છેલ્લા પગારની અડધી રકમ પેન્શન તરીકે આપવામાં આવે છે. જૂની સ્કીમમાં, પેન્શન કર્મચારીના છેલ્લા બેઝિક પગાર અને મોંઘવારીના આંકડાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓના પગારમાંથી પૈસા કાપવામાં આવતા નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીને આપવામાં આવતું પેન્શન સરકારની તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે. આ સિવાય આ પેન્શન સ્કીમમાં 20 લાખ રૂૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી મળે છે. નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પર, તેના પરિવારના સભ્યોને પેન્શન મળે છે.જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓને દર 6 મહિના પછી ડીએ આપવાની જોગવાઈ છે. આ સિવાય જ્યારે પણ સરકાર પગાર પંચની રચના કરે છે ત્યારે પેન્શનમાં પણ સુધારો થાય છે.