શહેરનો જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફલો
મનપાના પદાધિકારીઓ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા નવા નીરના કરાયા વધામણા
જામનગર શહેરને પાણી પૂરો પાડતો રણજીતસાગર ડેમ ઓવર થઈ ગયા બાદ આજે સવારે 11 વાગ્યાના 31 મિનિટે સસોઈ ડેમ પણ ઓવરફ્લો થઈ જતાં જામનગર ના રહેવાસીઓની ખુશીમાં અનેક ગણો વધારો થયો છે.
ગઈકાલે ગુરુપૂર્ણિમાના દિવસે પડેલા વરસાદના કારણે સૌ પ્રથમ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો હતોઝ અને આજે પણ છલકાઈ રહ્યો છે. ત્યારે જામનગર શહેરને પાણી પૂરું પાડતો બીજો ડેમ કે જે લાલપુર ના ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદના કારણે પૂરો ભરાયો હતો, અને 11.31 વાગ્યાથી ઓવરફ્લો થઈ જતાં ડેમના પાળા પરથી પાણી જઈ રહ્યું છે. તેથી જામનગર શહેરને પાણી પૂરું પાડવા માટેનું જળકટ હળવુ બન્યું છે, માત્ર 24 કલાકમાં જ જામનગર શહેર માટે પાણીનો પ્રશ્ન મોટા ભાગે હાલ થઈ ગયો હોવાનું જામનગર મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખા ના અધિકારી અલ્પેશ ચારણીયા દ્વારા જણાવાયું છે.
સસોઈ ડેમ ઓવરફ્લો નો અલૌકિક નજારો નિહાળવા અને ડેમના પાળા પરથી પાણી પડતું હોવાથી નહાવા માટે અનેક લોકો પહોંચી જતા હોય છે, ત્યારે જામનગર નજીક આવેલા રણજીત સાગર ડેમ તેમજ સસોઈડેમ પર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે, અને કોઈ જાનહાની ન થાય તેની તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.જામનગરના ભાગોળે આવેલ અને શહેર મહત્તમ પીવાનું પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમ ગઈકાલે બપોરે ભારે વરસાદ બાદ છલકાઈ ગયો હતો. આથી નવા નિર નાં વધામણા માટે આજે જામનગરના શહેર ભાજપ ના અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ ,હોદ્દેદારો ,કોર્પોરેટરો વગેરે ડેમ સાઈડ ઉપર પહોંચ્યા હતા.અને સાગર નાં નિર ને ફૂલડે વધાવી તેનું પૂજન કર્યું હતું. આ સમયે મેયર વિનોદ ખીમસુરીયા , ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા ,શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા ,શાશક જૂથ નાં નેતા આશિષ જોષી ,અને દંડક કેતન નાખવા, સાહેબ ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા અને પ્રકાશભાઈ બાંભણિયા, ઉપરાંત શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા, પૂર્વ મેયર બીનાબેન કોઠારી, અને કોર્પોરેટરો તેમજ ભાજપના આગેવાનો જોડાયા હતા.