સર્વેશ્ર્વર વોંકળાનો 1.83 કરોડનો વધારાનો ખર્ચ નામંજૂર
નવેસરથી ટેન્ડર બહાર પડાશે, મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 55.64 કરોડના ખર્ચને બહાલી
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં આજે 39 દરખાસ્ત રજુ કરવામાં આવેલ જે પૌકી સર્વેશ્ર્વર ચોક વોકળાના બાંધકામ માટે માંગવામાં આવેલ 1.83 કરોડની વધુ રકમની દરખાસ્ત ના મંજૂર કરી શોર્ટ ટર્મ ટેન્ડર કરવાના આદેશ કરવામાં આવ્યા છે. જયારે લીગશાખામાં ઇન્ટરશીપ આધારીત ત્રણ જગ્યાઓ ભરવા માટેની દરખાસ્તા રજૂ કરવામાં આવેલ જે પેન્ડીગ રાખવામાં આવેલ આ મુદે સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવેલ કે ઇન્ટર્ન માટે માસીક પગાર એક લાખ રૂપિયા નીર્ધારીત કરવામાં આવેલ જે વધુ લાગતા હવે અન્ય મહાનગરપાલિકામાં આ પોસ્ટમાં અપાતા પગાર અને કામગીરીની તપાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે આજની સ્ટેન્ડિંગમાં રજુ થયેલ 39 દરખાસ્ત પૌકી એક દરખાસ્તમાં રીટેન્ડર તથા એક દરખાસ્ત પેન્ડિગ રાખી બાકીની 37 દારખાસ્તનો રૂા.55.64 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં આજે બીજી વખત આવેલા સર્વેશ્ર્વર વોકળાના રીપેરીંગના વધારાના ખર્ચની દરખાસ્ત નામંજૂર કરી રીટેન્ડરના આદેશ આપવામાં આવ્યા છે. આ વોકળાનું કામ અગાઉ 4.25 કરોડમાં અપાયા બાદ વધુ 1.83 કરોડનો ખર્ચ માગવામાં આવેલ અને કામની વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.7 સર્વેશ્વર ચોકથી યાજ્ઞિક રોડને જોડતા હૈયાત વોકળો ડાયવર્ટ કરી નવું બોકસ કલવર્ટ બનાવવાનાં કામે મૂળ અંદાજ રૂૂ.3,87,21,000/- (અંકે રૂૂપિયા ત્રણ કરોડ સત્યાસી લાખ એકવીસ હજાર પુરા) નાં 7.50% વધુ ભાવ તથા ૠજઝ સહીત રૂૂ.4,91,17,589/- ની ખર્ચ મર્યાદામાં એજન્સી એમ્પલ ક્ધસ્ટ્રકશન કું સાથે સ્થાયી સમિતિ ઠરાવ નં.51 તા.18/06/2024 થી મળેલ મંજુરી અન્વયે કરાર કરવામાં આવેલ. જે કામગીરી માટે તા.14/11/2024 થી વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. જે અન્વયે સ્થાનિકે હાલ કામગીરી ચાલુ છે.
આ કામે 600 મીમી ડાયાની હૈયાત ડ્રેનેજ પાઇપ લાઇનની મેઇન લાઇન નવા વોકળાના બોકસ કલવર્ટના એલાઇમેન્ટમાં મીડલમાં આવતી હોય જે શીફટ કરવાની થાય છે. જે અંદાજે 85.00 2.મી. 600 મીમી ડાયાની ડ્રેનેજ લાઇન ફેરવવાની થાય છે તથા હૈયાત વોકળાનો સ્લેબ સર્વેશ્વર ચોકમાં આવેલ શિવમ કોમ્પલેક્ષ 1 અને 2 નાં બેઇઝમેન્ટ સાથે જોડાયેલ છે તેમજ આજુ બાજુ આવેલ જુની પ્રાઇવેટ પ્રોપર્ટીને વાઇબ્રેટીંગથી ડેમેજ / નુકશાન ન થાય તે માટે થઇને હૈયાત સ્લેબ તોડવા માટે એજન્સી પાસે 300 થી 750 મીમીનાં કોર કટીંગ કરાવવામાં આવેલ છે. સરદારનગર મેઇન રોડ તરફથી આવતી ડ્રેનેજ લાઇન તથા વોકળાની વચ્ચે આવતી ડ્રેનેજ લાઇન શીફટ કરવાનાં કારણે સરદારનગર મેઇન રોડ તરફથી આવતા વોકળાનો હૈયાત જુનો સ્લેબ તોડી ડ્રેનેજ લાઇન કરવાની થતી હોય જેથી સદરહું તોડેલો સ્લેબ નવો બનાવવાનો થાય છે તથા વોકળા પરનો જુના સ્લેબ કલવર્ટની વિંગવોલ ગત ચોમાસામાં ડેમેજ થયેલ હોવાથી તેની જગ્યાએ નવી વિંગ વોલ બાનાવવાની થાય છે.
જુનો સ્લેબ કલવર્ટ કે જે શિવમ કોમ્પલેક્ષ 1 અને 2 ની નીચેથી પસાર થતો હતો ત્યાં નવા બોકસ કલવર્ટનાં ક્ધસ્ટ્રકશના લીધે ખુલ્લી થયેલી જગ્યામાં માટી પુરાણકામ કરવા અને જુના વોટર-વેની એન્ટ્રી (સર્વેશ્વર ચોકમાં સહકાર એમ્પોરીયમ પાસે) અને એકઝીટ (યાજ્ઞિક રોડ પર સ્કેચર્સના શોરૂૂમ નીચે) રીટેઈનીંગ વોલ બનાવવાની થાય છે. કામનું ખોદાણકામ પહેલા સેન્ટર લાઇન ડિમાર્કેશન વખતે સર્વેશ્વર ચોકમાં આવેલ પ્રાઇવેટ પ્રોપર્ટીઝનાં કારણે નવા નિર્માણાધીન બોકસ કલવર્ટનાં એલાઇમેન્ટમાં થોડો બદલાવ કરવાનાં લીધે બોકસ કલવર્ટની લંબાઇ 110.00 મી. થી વધીને 120.00 મી. થયેલ હોવાથી વધારાની લંબાઇનાં કારણે ખર્ચમાં વધારો થાય છે. જેના માટે 1.83 લાખનો વધુ ખર્ચ માંગવામાં આવેલ જે ના મંજૂર કરવામાં આવેલ છે.
ઘોર બેદરકારી... ડિસક્વોલિફાઇ થયેલા ટેન્ડરો ખોલી નખાયા
મહાનરગપાલિકાના અપાતા કામોના ટેન્ડર નિયમ મુજબ ખોલવામાં આવતા હોય છે. ડિસ્કોલીફાઈ થયેલ હોય તે ટેન્ડર ખોલાતા નથી. પરંતુ અધિકારીઓ દ્વારા છેલ્લા 15 દિવસ દરમિયન આવેલા ટેન્ડરો ખોલી દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અમુક અધિકારીઓ દ્વારા ડિસ્કોલીફાઈ થયેલા ટેન્ડરો પણ ખોલી નખાયાનું બહાર આવતા ચકચાર મચી ગયેલ છે. રૂટીન કામગીરી માં પણ આ પ્રકારની ંભીર ભૂલ થાય તેવો પ્રશ્ર્ન જ ઉભો થતો નથી છતાં ગમે તે કારણોસર ટેન્ડરો ખુલી જતાં અધિકારીઓએ ભુલ થઈ ગયાનો રાગ આલાપ્યો હતો. છતાં સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા આ પ્રકારની ભુલ બીજી વખત ન થાય અને શા માટે ડિસ્કોલીફાઈ થયેલા ટેન્ડરો ખોલી નાખવામાં આવ્યા તે મુદ્દે નોટીસ ફટકારવાના આદેશ અપાયા હોવાનું જાણવા મળેલ છે.
લીગલ ઇન્ટર્નનો પગાર 1 લાખના હોય: દરખાસ્ત પેન્ડિંગ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય શિક્ષણને પ્રોત્સાહન આપવા અને કાયદાના ક્ષેત્રમાં ઉભરતી પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે લીગલ ઇન્ટર્ન ની જગ્યા ઇન્ટર્નશીપ આધારીત ત્રણ જગ્યાઓ ઉપસ્થિત કરવા અંગે દરખાસ્ત કરેલ જે પેન્ડિગ રાખવામાં આવેલ અને આ અંગે સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવેલ કે ઇન્ટર્નનો પગાર 1 લાખ વધારે કેવાય આથી અન્ય મહાનગરપાલિકામાં તપાસ કરી નિર્ણય લેવામાં આવશે.
ચેરમેને વધુમાં જણાવેલ કે, લીગલ ઇન્ટર્ન ના કારણે મહાનગરપાલિકા અને ઇન્ટર્ન બન્નેને લાભ થશે. કોર્પોરેશન કુશળ પ્રતિભા સુધી પંહોચવામાં સક્ષમ બનશે, આ માટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક વિદ્યાર્થીને મહાનગરપાલિકા ખાતે વાર્ષિક ઇન્ટર્નશીપની તક પુરી પાડવા અને રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓને તેમના લગતના કોર્ટ કેસોમાં મદદરૂૂપ થઇ શકે તે માટે મહાનગરપાલિકા અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. કરવા આ દરખાસ્ત કરેલ છે.
મહાનગરપાલિકા લગતના કોર્ટ કેસોના કામે ઘણી વખત સબંધિત શાખા કેસોના પારાવાઇઝ રીમાર્કસ યોગ્ય રીતે તૈયાર કરી શકતી ન હોય જેથી જે તે કેસમાં મેરીટ હોવા છતાં કોર્ટ કેસના કામે સબંધિત બાબત યોગ્ય રીતે રજુ કરી શકાતી નથી તેની અસર કેસના ચુકાદા ઉપર પણ પડે છે. જેથી ઇન્ટર્નએ જુદી-જુદી શાખાઓને કોર્ટ કેસો અનુસંધાને પારાવાઇઝ રીમાર્કસ તૈયાર કરાવવામાં મદદ કરવાની રહેશે તેમજ શાખાઓને કોર્ટ કેસોના કામે આવેલ વચગાળાના હુકમો અને આખરી ચુકાદાઓ અનુસંધાને જરૂૂરી સમજ આપવાની રહેશે. દરેક ઇન્ટર્નને માસીક એક લાખ રૂૂપિયા સ્ટાઇપેન્ડ પેટે ચુકવવા દરખાસ્ત કરેલ છે, જે મુજબ ત્રણ ઇન્ટર્નને વાર્ષિક 36 લાખ સ્ટાઇપેન્ડ પેટે ચુકવવાના થાય છે, જે માટે હાલના બજેટમાં અને આગામી બજેટમાં આ અંગેનો હેડ ઈન્ટર્નશીપ સ્ટાઇપેન્ડ મંજુર થયેલ છે, જેમાં વાર્ષિક 36 લાખ ની જોગવાઇ કરવામાં આવેલ છે છતા પગાર વધુ લાગતા દરખાસ્ત પેન્ડિગ રખાય છે.
મેયર સાઉથ ક્રોરિયા જશે: સ્ટે.ચેરમેન નહીં જાય
ઇકલી રજીયોનલ એકઝક્યુટીવ કમિટિના સભ્ય તરીકે મેયર અને સ્ટે.ચેરમેનને વર્લ્ડ લોકલ ગવર્મેન્ટ કલાઇમેન્ટ સમીટમાં સાઉથકોરીયા ખાતે ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલ પરંતુ બંન્ને પદાધિકારીઓ સાઉથકોરીયા જાય તો કોર્પોરેશન રેઢુ પદ થઇ જાય અને અનેક કામગીરીઓ અટકી જાય તેવુ લાગતા શહેર ભાજપ પ્રમુખે બેય પદાધિકારી સભ્ય છે. પરંતુ કામગીરી ખોરવાઇ નહીં તે માટે ચેરમેન સાઉથ કોરીયા નહી જાય તેમ કહી મેયર નયનાબેન પેઢડીયાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મંજુર કરી રાજ્ય સરકારમાં મંજુરી અર્થે મોકલી આપવવામાં આવી છે.