સર્વેશ્ર્વર ચોક યાજ્ઞિક રોડ 15મીએ ખુલી જશે
મનપાના પદાધિકારીઓ અને ધારાસભ્યોએ સ્થળ મુલાકાત કરી જાણકારી આપી
યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્ર્વર ચોક વોકળા દૂર્ઘટના બાદ હયાત વોકળાને ડાયવર્ટ કરી નવુ બોકસ કલ્વર્ટ બનાવવાની કામગીરી ચાલુ છે. જેના લીધે યાજ્ઞિક રોડ બંધ કરવામાં આવતા વાહન ચાલોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. આથી આજે મનપાના પદાધિકારીઓ અને ધારાસભ્યોએ કામગીરીનું નીરક્ષણ કરી તા.15 ઓગષ્ટ સુધીમાં યાજ્ઞિક રોડ ખુલ્લો કરી શકાય તે મુજબની ઝડપી કામગીરી કરવાના આદેશ કોન્ટ્રાક્ટરને આપ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.7માં સર્વેશ્વર ચોકથી ડો. યાજ્ઞિક રોડને જોડતો હયાત વોંકળો ડાયવર્ટ કરી, નવું બોકસ કલ્વર્ટ બનાવવાની કામગીરી ગતિમાં છે. આ કામની આજ તા.01/08/2025 શુક્રવારના રોજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્ય તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થળ મુલાકાત કરી, કામગીરીનું રીવ્યુ કરવામાં આવ્યું.
સર્વેશ્વર ચોકથી ડો. યાજ્ઞિક રોડને જોડતા હયાત વોંકળો ડાયવર્ટ કરી, નવું બોકસ કલ્વર્ટ બનાવવાની કામગીરીમાં હયાત વોંકળાની પાસે નવું છઈઈ બોકસ કલ્વર્ટ 25.00 મી. લંબાઇમાં એવરેજ 9.00 મી. પહોળાઇ અને 3.00 મી. ઉંડાઇમાં વોંકળો, રીટેઇનીંગ વોલ, વિંગ વોલ તથા ડ્રેનેજ શિફટીંગ કરવાના કામનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્યએ ચાલુ કામગીરીનું નિરીક્ષણ કરી, બાકી રહેતી કામગીરીની વિગતો મેળવી, બાકી રહેતું કામ મેનપાવર, મશીનરીમાં વધારો કરી, સત્વરે પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટર એજન્સીના પ્રતિનિધિઓને અધિકારીઓની રૂૂબરૂૂમાં સુચના આપવામાં આવી.
આ સ્થળ મુલાકાતમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, ઈ.ચા. નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, ઈ.ચા. સિટી એન્જીનીયર અતુલ રાવલ, વોર્ડ એન્જીનીયર એમ.બી.ગાવિત, વોર્ડના આસી. એન્જીનીયર, વર્ક આસીસ્ટન્ટ, કોન્ટ્રાક્ટર એજન્સીના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહેલ હતા.