સરથાણા પોલીસ તોડ કરે છે, MLA કાનાણીનો લેટરબોંબ
સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે જેમાં તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને આ લેટર લખ્યો છે,સરથાણા પોલીસ તોડ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે,અને આ મામલે તેમણે સીએમને પત્ર લખી જાણ કરી છે સાથે સાથે સુરતના પોલીસ કમિશનરને પણ જાણ કરી છે,પોલીસ અવાર-નવાર તોડ કરતી હોવાની વાત પણ કરી છે.
સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમને લેટર લખી જાણ કરી છે,કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,તો જાણીતી કંપનીની ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચાતી હતી જેમાં દરોડા પાડીને પોલીસે આરોપીને તો ઝડપી પાડયો છે પરંતુ આરોપી પાસેથી તેમણે તોડ કર્યો છે અને 8 લાખ રૂૂપિયા લઈને મામલો દબાવી પાડયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં સરથાણા પોલીસે દરોડા પાડીને આરોપીને ઝડપી પાડયો છે અને 8 લાખનો તોડ કર્યો છે તેવી માહિતી લેટરમાં કુમાર કાનાણીએ લખી છે તેમનું કહેવું છે કે,20 લાખનો માલ જપ્ત કરી 3 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ બતાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ FIRમાંથી બે વ્યક્તિના નામ ગાયબ કર્યાનો આક્ષેપ પણ કર્યો છે,8 થી 10 પોલીસકર્મીઓ દ્વારા કરાઇ હતી રેડ અને પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી છે.સુરતના વરાછા વિસ્તારમાં વિવિધ કામગીરી માટે રસ્તા બંધના જાહેરનામા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવે છે આ રસ્તા બંધ હોવાના કારણે દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અને લોકોમાં ભારે આક્રોશ તે તે જોઈને વરાછા રોડના ધારાસભ્ય પણ અકળાયા છે. તેઓએ પોલીસ કમિશનરને પત્ર લખીને પુછ્યું છે કે, ભયંકર ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી ઉભી કરી વિકાસ કરવો કેટલે અંશે વ્યાજબી ?