ઉનાના માણેકપુર ગામના સરપંચે પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં અડીંગો જમાવ્યો
ઉના તાલુકાના દરીયાઇ કિનારે આવેલું પાંચ હજાર થી વધું વસ્તી ધરાવતા માણેકપુર ગામે છેલ્લા 20 દિવસ થી પાણી ની સમસ્યા સર્જાઈ છે પરંતુ પાણી પુરવઠા જુથ નાં અધિકારી કર્મચારીઓ આ સમસ્યા નો ઉકેલ નહીં લાવતાં હોવાનાં કારણે લોકો ગ્રામપંચાયત નાં કુવા નું ખારૂૂં પાણી પીવા મજબૂર બન્યા છે.
પાણી બહાર થી લાવવું પડે તેવી સ્થિતિ વચ્ચે ઉના પાણી પુરવઠા જુથ યોજના ની કચેરી નાં નરાઢોર બનેલાં તંત્ર ને જગાડવા જાસી ની રાણી બની આવેલાં માણેકપુર ગામ નાં મહિલા સરપંચ ભાવુબેન રાઠોડ એ સવાર પડતાં ની સાથેજ પોતાના બે નાનાં બાળકો અને પતિ સાથે 20 કી મી દુર થી જુનાં કપડાં નાં પોટલાં અને પાણી ભરવા નાં બૈડા સાથે ઉના પાણી પુરવઠા જુથ યોજનાં ની કચેરી માં આવીને પાણી આપવાની જીદ સાથે ધરણાં ઉપર બેસી ગયાં હતા.
આ વાત તંત્ર નાં કર્મચારી એ અધિકારીને પહોંચાડતા તંત્ર દોડતું થયું. મિડીયા પણ પહોંચ્યું જ્યાં સુધી માણેકપુર ગામે પાણી નહીં પહોંચે ત્યાં સુધી પોતે કોઈ પ્રકાર નું પાણી અનાજ પણ મોંઢે નહીં લે તેવી ચીમકી આપતા જ માણેકપુર ગામ ને પાણી આપવાનું શરૂૂ કર્યું હતું.પરિવાર સાથે કચેરી નાં દરવાજે ધામા નાખીને પોતાનાં પાંચ દિવસ થી સ્નાન નહીં કરેલાં બાળકો ને કચેરી માં આવતાં નળ માંથી પાણી ભરીને અધિકારી સામે સ્નાન કરાવ્યું હતું.