ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલે ગાંધીનગરમાં સરપંચ-સદસ્યોનો અભિવાદન સમારોહ

05:53 PM Jul 03, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

761 સમરસ ગ્રામ પંચાયતોને 35 કરોડ સહિત 1236 કરોડની ગ્રાન્ટની ફાળવણી થશે, સીએમ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પાટીલ ઉપસ્થિત રહેશે

કાલે ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચ તથા સદસ્યોના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા 4876 સરપંચ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતોના સભ્યો સામેલ થશે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટ વર્ચ્યુઅલી ફાળવવામાં આવશે.મુખ્યમંત્રી દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત સમરસ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી સિવાય પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત નવ થીમ દીઠ પ્રથમ ક્રમાંક ધરાવતી ગ્રામ પંચાયતોના સરપંચઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવશે. તે સિવાય યોજનાકીય ગ્રાન્ટની જાહેરાત પણ કરવામાં આવશે. પ્રોત્સાહક અને વિવિધ યોજનાઓની ગ્રાન્ટ અંતર્ગત કુલ ₹1236 કરોડથી વધુની જોગવાઇ કરવામાં આવી છે. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ સામેલ થશે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અસાધારણ કામગીરી બદલ અમુક ગ્રામ પંચાયતોને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત નવ થીમ દીઠ પ્રથમ ક્રમાંક આપવામા આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જવાનપર ગામને ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા ધરાવતી પંચાયત તરીકે પસંદ કરાયું છે. ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં આવેલ નાખડા ગામની સ્વસ્થ પંચાયત તરીકે પસંદગી થઇ છે. બાળ મૈત્રીપૂર્ણ પંચાયત તરીકે અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના કણિયાલ ગામની પસંદગી કરવામાં આવી છે. આણંદ તાલુકાના રાસનોલ ગામને પર્યાપ્ત પાણી ધરાવતી પંચાયત થીમમાં પ્રથમ ક્રમ મળ્યો છે.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા ભુણીંદ્રા ગામની સ્વચ્છ અને હરિયાળી પંચાયત તરીકે પસંદગી કરવામાં આવી છે. આણંદના સોજિત્રા તાલુકાની ત્રંબોવાડ ગ્રામ પંચાયતે માળખાગત સુવિધા ધરાવતી પંચાયત થીમમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની દાંતોલ ગ્રામ પંચાયતે સામાજિક રીતે ન્યાયી અને સામાજિક રીતે સુરક્ષિત પંચાયત થીમમાં શીર્ષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વડોદરાના સાવલી તાલુકાના નરપુરા ગામને સુશાસિત પંચાયતની થીમમાં સ્થાન પ્રાપ્ત થયું છે અને પંચમહાલના શહેરા તાલુકાના છોગાળા ગામને મહિલા મૈત્રીપૂર્ણ પંચાયતની થીમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.

Tags :
GANDHINAGARGANDHINAGAR NEWSgujaratgujarat newsSarpanch members
Advertisement
Next Article
Advertisement