For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મધ્યાહન ભોજન યોજનામાં ખરાબ રાશનનો વિરોધ કરનાર પ્રિન્સિપાલ પર સરપંચનો હુમલો

04:51 PM Mar 23, 2024 IST | Bhumika
મધ્યાહન ભોજન યોજનામાં ખરાબ રાશનનો વિરોધ કરનાર પ્રિન્સિપાલ પર સરપંચનો હુમલો
  • ચોટીલાના કંથારિયા ગામે પ્રાથમિક શાળામાં સવારે બની ઘટના : આચાર્યને રાજકોટ ખસેડાયો

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કંથારિયા ગામે ચોરી પર સીનાજોરી જેવી ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજનામાં આવતું રાશન ખરાબ હોવાનો અભિપ્રાય આપી વિરોધ કરનાર પ્રીન્સીપાલ પર સરપંચ અને તેના પરિવારજનોએ કુહાડી વડે હુમલો કરતા પ્રીન્સીપાલને માથામાં ગંભીર ઈજા સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે પ્રીન્સીપાલની ફરિયાદ પરથી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

આબનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના જીવાપર ગામે રહેતા ગોરધનભાઈ દાનાભાઈ સોરાણી ઉ.વ. 42 નામના કોળી યુવાન સવારે ચોટીલાના કંથારિયા ગામે આવેલ પ્રાથમિક શાળાએ પોતાની ફરજપર ગયા હતા ત્યારે કંથારિયા ગામના સરપંચ ભૂપતભાઈ ગોવિંદભાઈ ધોરિયા, તેની પત્ની ગોવિંદભાઈ ભૂપતભાઈ અને પુત્ર દેવરાજ ભૂપતભાઈ કુહાડી લાકડી વડે મારમારતા માથામાં ગંભીર ઈજા સાથે પ્રથમ ચોટીલા અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.પોલીસની પુછપરછમાં ગોરધનભાઈ સોરાણી કંથારિયા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે જ્યારે ભૂપતભાઈ ધોરિયા કંથારિયાગામના સરપંચોએ અને તેમના પત્નિ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના ચલાવે છે.

Advertisement

મધ્યાહન ભોજન યોજનામાં આવતું રાશન ખરાબ હોવાનું અને તેમાં ઈયળ અને ધનેરા હોવાનું પ્રીન્સીપાલે કહ્યું હતું અને આ બાબતે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા સરપંચ અને તેના પરિવારજનોએ પ્રીન્સીપાલ પર હુમલો કરી મારમાર્યો હતો.આ બનાવની જાણ થતાં ચોટીલા પોલીસ સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો અને પ્રીન્સીપાલની ફરિયાદના આધારે સરપંચ અને તેના પરિવારજનો સામે ફરજમાં રૂકાવટ અને હુમલાની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement