મારી ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખતો નહી કરી પૂર્વ બોયફ્રેન્ડની હત્યાનો પ્રયાસ
રાજકોટ શહેરના ઘંટેશ્ર્વર નજીક યુવાન પર પૂર્વ ગર્લફ્રેન્ડના બોયફ્રેન્ડે ધોકા - પાઇપ અને છરી વડે ખુની હુમલો કરતા ઘવાયેલો યુવાન સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે પોલીસમાં હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ ફરીયાદી યુવાનને ધમકી આપી હતી કે ‘તુ હવે આ યૂવતી સાથે સબંધ રાખતો નહી’ આ મામલે પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ ઘંટેશ્ર્વર પાસે એસઆરપી ગ્રુપ 13 પાસે રહેતા રોહન ખેતાભાઇ બારેયા એ જીલ્લા ગાર્ડન ચોક પાસે રહેતા પ્રકાશ ઉર્ફે જેનીશ સુદર્શનભાઇ સોલંકી સામે હત્યાના પ્રયાસ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરીયાદ નોંધાવી છે. રોહનભાઇએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પોે ડેકોરેશનનુ કામ કરે છે અને હાલ ઉપરોકત સરનામે રહે છે તેમજ તેમના માતા-પિતા ગીર સોમનાથ, ઉનામાં આવેલા ખાણ ગામે રહે છે.
તેમજ પોતે બે બહેનોનો એકનો એક ભાઇ છે.
અઢી વર્ષ પહેલા રોહનને કોમલ નામની યુવતી સાથે ફ્રેન્ડશીપ હતી તેમજ દોઢ વર્ષથી બંને એ એકબીજા સાથે સબંધ તોડી નાખ્યા હતા. ત્યારે દિવાળીના બીજા દિવસે બેસતા વર્ષના દિવસે રોહન અને તેમના મિત્રો અટલ સરોવર પાસે ફોટા પડાવવા જતા હતા ત્યારે રૈયા ધાર તરફથી કોમલ અને તેમનો ફ્રેન્ડ પ્રકાશ ત્યા ઉભા હતા અને રોહન પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યો ત્યારે આ પ્રકાશે કહયુ કે તુ હવે કોમલ સાથે સબંધ રાખતો નહી, નહીતર તને પતાવી દેવો પડશે. તેવી ધમકી આપી હતી. ત્યારબાદ પોતે ત્યાથી જતો રહયો હતો અને ત્યારબાદ રોહન પર કોમલનો મેસેજ આવ્યો કે તુ મારી શું વાતો કરે છે, આમ છતા રોહને તેને જવાબ આપ્યો ન હતો.
ત્યારબાદ ગઇકાલે રાત્રીના સમયે પોતાના વર્ધમાનનગરમાં આવેલ ગોડાઉન બંધ કરી ઘંટેશ્ર્વર ગામ તરફ જતો હતો ત્યારે મોમાઇ હોટલ નજીક ખુલ્લી જગ્યામાં લઘુશંકા કરવા ઉભો રહયો હતો. ત્યારે રોહનની પાછળથી પ્રકાશે આવી પાઇપ વડે માથાના ભાગે બે ઘા ઝીકી દીધા હતા અને રોહન નીચે ઢળી પડયો હતો. તેમજ તેમને છરી મારતા આંગળી કપાઇ ગઇ હતી અને યુવાન બેભાન હાલતમાં ત્યા આવેલી હોટલવાળાને જાણ કરતા તેઓએ પરીવારને જાણ કરી 108 મારફતે રોહન હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવતા આરોપી પ્રકાશની ધરપકડ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.