For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નશામાં નબીરાનો આતંક, પાંચ વાહનોને ઓડી અડફેટે લઇ સિગારેટના કસ માર્યા

05:49 PM Nov 25, 2024 IST | Bhumika
નશામાં નબીરાનો આતંક  પાંચ વાહનોને ઓડી અડફેટે લઇ સિગારેટના કસ માર્યા
Advertisement

અમદાવાદના બોપલ વિસ્તારમાં ધોળા દિવસે તથ્યકાંડ જેવી ઘટના, લોકોએ નબીરાને બેફામ લમધાર્યો, પોલીસે પકડયો‘તો ઉભો પણ રહી શકયો નહીં

અમદાવાદના આંબલી-બોપલ રોડ પર આજે સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી ચારથી પાંચ વાહનોને અડફેટે લીધાં હતા. આ ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત કરતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે.

Advertisement

અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે, કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો રહ્યો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત સર્જનાર નબીરો રિપલ પંચાલ દારૂૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું અને બે મહિના પહેલા પણ અમદાવાદ શહેરમાં તેની સામે ડ્રીક એન્ડ ડ્રાઈવનો કેસ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

આ અકસ્માતમાં ભોગ બનનાર રોનિકા પાટિલે જણાવ્યું હતું કે, મારી ઓફિસ બોપલ-આંબલી રોડ પર હોવાથી હું સવારે અહીં આવી રહી હતી. ત્યારે આગળ જઈ રહેલા ઓડી કારના ચાલકે ટક્કર મારતા હું ડિવાઈડર પર પડી ગઈ હતી. જે બાદ મને ઢસડીને આગળ લઈ ગયા હતા. એ ભાઈ એટલા નશાની હાલતમાં હતા કે એમને કંઈ ખબર પડતી નહોતી. જે બાદ ઓડી કારના ચાલકને હોશ આવતા તેણે કારમાં અંદર બેસીને સિગારેટ પીધી હતી. જે બાદ ફરી કાર ચલાવી ટાટા મોટર્સ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી.

આરોપી પોતાની ઓડી કાર લઈને ઈસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ તેને રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો અન્ય એક કાર સાથે અથડાયો હતો. તેનાથી આગળ ઓડી કારના ચાલકે ટાટા મોટર્સના શો રૂૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી ડિવાઈડર સાથે ટકરાતા કાર ઊભી રહી ગઈ હતી.

બોપલ-આંબલી રોડ સવારના સમયે ટ્રાફિકથી ધમધમતો હતો ત્યારે જ ઓડી કારના ચાલકે સર્જેલા આતંકના કારણે રસ્તા પર ભાગંભાગનાં દૃશ્યો સર્જાયાં હતાં. ઓડી કારના ચાલકે એક બાદ એક વાહનોને અડફેટે લઈ ભાગવાનો પ્રયાસ કરતા રસ્તા પર હાજર લોકોએ કારની પાછળ દોડી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત સર્જી ભાગી રહેલા કારના ચાલકે આગળ રેલિંગમાં કાર અથડાવી હતી. ત્યારબાદ ત્યાં પહોંચેલા લોકોએ ચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે પકડ્યા બાદ પણ કારનો ચાલક લથડિયાં ખાતો જોવા મળ્યો હતો.
બોપલ-આંબલી રોડ પર નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જનાર રિપલ પંચાલ સામે બે મહિના પહેલા પણ ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધાયો હતો. 16 સપ્ટેમ્બરના રોજ ઝાયડસ ચાર રસ્તા પાસે એક લાલ કલરની જીપ કમ્પાસ કારમાં સવાર રિપલને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

રિહેબ સેન્ટરમાં લઈ જવાયા બાદ દારૂની લત છૂટી નહીં
નશાની હાલતમાં ઓડી કાર પૂરઝડપે ચલાવી અકસ્માત સર્જનાર રિપલ પંચાલને દારૂૂની લત છોડાવવા માટે બે વખત રિહેબ સેન્ટરમાં લઈ જવાયો હતો તેમ છતાં તેની લત છૂટી ન હોવાનું જાણવા મળ્યું છે. રિપલના પિતાના અવસાન બાદ તે તેના માતા સાથે રહે છે. રિપલ પંચાલનું ઇન્સ્ટાગ્રામ પર બાબા રિપલ પંચાલ નામથી એકાઉન્ટ છે અને તે રીલ બનાવતો રહે છે. તેમજ બોલિવૂડ સ્ટાર સુનિલ શેટ્ટી તથા પલક તિવારી સાથે પણ તેમની તસવીરો છે.

મુજે ફરક નહીં પડતા તુમ ક્યા સોચતે હો મેરે બારે મેં
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી એક રીલમાં તે કહે છે કે, મુજે ફરક નહીં પડતા તુમ ક્યા સોચતે હો મેરે બારે મેં, મૈં લોગો સફાઈ દેને કે લિયે પૈદા નહીં હુઆ. જ્યારે અન્ય એક રીલમાં કહે છે કે, મેરી હસ્તી તુમ ક્યા પહેચાનોગે, હજારો મશહુર હો ગયે મુજે બદનામ કરતે કરતે…

Advertisement
Tags :
Advertisement
Advertisement