નાણાપંચની ગ્રાન્ટ કામ કર્યા વગર જ સરપંચ અને મળતિયાઓ ખાઇ ગયા
ઉપલેટા તાલુકાનું પ્રગતિશીલ ગામ છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારને કારણે સતત સમાચારોમાં અને લોકોમાં ચર્ચા નો વિષય બની રહ્યુ છે ત્યારે ફરીથી એક વખત કોલકી ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે કોલકી ગ્રામ પંચાયતમાં 15માં નાણાપંચની મંજૂર થયેલી ગ્રાન્ટ ₹1,79,000 કામ કર્યા વગર ઉપાડી લીધા નો બનાવ સામે આવેલ છે.
આ બનાવની વિગતે એવા પ્રકારની છે કે કોલકી ગામે 15મા નાણાપંચ માંથી દિપક ચાગેલા ના ઘરથી દેવીપુજક વિસ્તાર સુધી રોડ ના પ્લાન કરી ₹1,79,000 ની મંજૂરી ની માંગણી 15 માં નાણાપંચમાથી કરી હતી જે કામ કર્યા વગર જ પંચાયતના સરપંચ અને તેમના મળતીયા ઓએ ઉપાડી લીધી હોવાની માહિતી અધિકારની માહિતી માંગતા આ વિગત બહાર આવેલ છે આ અંગે ગ્રામ પંચાયતના સદસ્ય પરેશભાઈ ચંદુભાઈ ભેસદડીયા મુકેશભાઈ અમૃતિયા હીનાબેન વૈન્નાણી અને રાજેશ વડોદરિયા એ રાજ્યના મુખ્યમંત્રી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી એન્ટી કરપ્શન બ્યુરો એસ સી બી અને ઉપલેટા પોલીસ સ્ટેશન એક ફરિયાદ આપી દિપક ચાંગેલા ના ઘરથી દેવીપુજક વિસ્તાર સુધી આ કામ કર્યા વગર રૂૂપિયા 1,79,000 ના ખોટા અક્ષરો બનાવી પંચાયતમાં રેકોર્ડ રાખે પૈસાનીઉચાપત કર્યાની ફરિયાદ કરેલ છે. ગ્રામ પંચાયતના ફરિયાદી સભ્યોએ આજે પત્રકારોને પણ જણાવેલ છે કે જો આ અંગે તાત્કાલિક અધિકારીઓ પગલાં નહીં લ્યા તો અધિકારીઓ પણ આમાં સામેલ છે મને ઉપલેટા ગ્રામ પંચાયત ઉપલેટા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીતાલુકા વિકાસ અધિકારી બંધ શાખાના એન્જિનિયર ક્લાર્ક સહિતના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો સામે ગુજરાત હાઇકોર્ટમાં રેટ પિટિશન કરવામાં આવશે તેમ જણાવેલ હતું .