રાજકોટ જિલ્લાના 33 સેન્ટરો પરથી 727 કરોડની મગફળીની ખરીદી
પાક નુકસાની વળતરના કુલ 1150 કરોડ ચૂકવાયા, એક લાખ ક્વિન્ટલ સોયાબીનની પણ ખરીદી
રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો હતો જે અંતર્ગત રાજકોટ જિલ્લાના કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 33 સેન્ટરો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1.74 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ હતું અને અત્યાર સુધીમાં 82 હજાર ખેડૂતો પાસે કુલ 19.20 લાખ કવીન્ટલ મગફળી ખરીદી થઇ ચુકી છે.રાજકોટ જિલ્લાના 33 સેન્ટરો પર અત્યાર સુધીમાં 727 કરોડની મગફળી ખરીદી કરવામાં આવી છે.અત્યાર સુધીમાં મગફળી, સોયાબીન અને પાક નુકશાની વળતરના કુલ 1150 કરોડ ચૂકવાઈ ગયા છે.
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધીકા,કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે આવશે. અત્યાર સુધીમાં રાજ્યમાં લખો ખેડૂતોએ નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત મગ,અડદ,સોયાબીનની પણ ખરીદી કરવામાં આવશે. મોટાભાગની ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ એક મણ મગફળીના 1356 રૂૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ સરેરાશ 1100 થી 1200 રૂૂપિયા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ટેકા ના ભાવે વેચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂૂ. 7,645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂૂ.450 કરોડના મૂલ્યની 92,000 મેટ્રિક ટન સોયાબીન, રૂૂ. 370 કરોડના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ અને રૂૂ. 70 કરોડના મૂલ્યની 8,000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂૂ. 8,474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે સરકારે મગફળી માટે પ્રતિ મણના રૂૂ. 1356.60નો ભાવ નિર્ધાર કર્યો છે. મગ પ્રતિ મણના રૂૂ. 1736.40, સોયાબીન પ્રતિ મણ માટે રૂૂ. 978.40 અને પ્રતિ મણ અડદ માટે રૂૂ. 1480નો ભાવ નક્કી કર્યો છે. રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂૂ થઈ ગઈ છે.
15 નવેમ્બરથી આ ખરીદી કરવામાં આવી રહી છે. સોયાબીનમાં જિલ્લાના 15283 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં અત્યાર સુધીમાં 1 લાખ કવીન્ટલ સોયાબીનની ખરીદી થઈ ચૂકી છે.કમોસમી વરસાદને કારણે થયેલી પાક નુકસાનીથી ખેડૂતોને બેઠા કરવા ઐતિહાસિક રૂૂ. 10000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.પેકેજ અંતર્ગત સહાય મેળવવા માટે પણ આજ સુધીમાં જિલ્લામાં કુલ 2.26 લાખ જેટલા ખેડૂતોએ અરજી કરી છે.652 જેટલા ગામડાઓમાં પુરજોશમાં કામગીરી ચાલી હતી.અતિવૃષ્ટીમાં પાક નુકસાની માટે જિલ્લામાં કુલ રૂૂ.400 કરોડની સહાય ચૂકવાઈ ગઈ છે.