For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરખેજ ભારતી આશ્રમની લડાઇ સમાજ સુધી પહોંચી

03:57 PM Sep 04, 2024 IST | admin
સરખેજ ભારતી આશ્રમની લડાઇ સમાજ સુધી પહોંચી

ઋષિભારતીબાપુને 2021થી ટોર્ચર કરાતા હોવાનો આરોપ, પોતાના ઉપર લાગેલા તમામ આરોપો ફગાવ્યા

Advertisement

આ વિવાદ જમીનનો નહીં અસ્તિત્વનો છે, વ્યક્તિગત જીવનનો વિવાદ છે: ક્ષત્રિય અને કોળી સમાજનું સમર્થન માગતાં ઋષિભારતી

અમદાવાદના સરખેજના ભારતી આશ્રમનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ આશ્રમ પર આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ મહારાજ દ્વારા કબ્જો કરવામાં આવ્યો. હરિહરાનંદ ભારતીએ ઋષિભારતી બાપુને શિષ્ય તરીકે બરખાસ્ત કર્યા હતા. ત્યારે હવે આ વિવાદ વધુ વકરતાં આ મુદ્દે ચર્ચા કરવા માટે અમદાવાદના સનાથલ સ્થિત લંબેનારાયણ આશ્રમમાં ચર્ચા ચાલી રહી છે.

Advertisement

ત્યારે હવે અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમની લડાઈ હવે સમાજ સુધી આવી પહોંચી છે. હવે ઋષિ ભારતી અને હરિહરાનંદ વચ્ચેના વિવાદમાં ગુજરાતના વજનવાળા સમાજોની એન્ટ્રી થઈ છે. ઋષિ ભારતીએ અમદાવાદના સનાથલ ગામના ક્ષત્રિય અને કોળી આગેવાનોનું સમર્થન માંગ્યું. અગાઉ વિશ્વેશ્વર ભારતીએ વિવિધ અખાડાઓના સંતો સાથે બેઠક કરીને સમર્થન માગ્યું હતું. ત્યારે હવે આ આખા વિવાદ વચ્ચે દશનામ જૂના અખાડાએ ઋષિ ભારતીનું સમર્થન કર્યું છે. મહામંડલેશ્વર પદ અંગે દશનામ જૂના અખાડાએ સ્પષ્ટતા કરી છે. દશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય મહામંત્રી હરિગીરી બાપુએ નિવેદન આપીને કહ્યું કે મહામંડલેશ્વર પદ પર ઋષિ ભારતી હતા, છે અને રહેશે. સાથે જ વિશ્વેશ્વરી ભારતી માતાજી પણ મહામંડલેશ્વર પદે હોવાનો હરિગીરી બાપુએ ખુલાસો કર્યો છે.

આજે પોલીસ અને બાઉન્સર્સની ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમદાવાદના લંબેનારાયણ આશ્રમમાં ઋષિ ભારતીના સમર્થનમાં બેઠક ચાલી રહી છે. ઋષિ ભારતીના સમર્થનમાં પૂર્વાશ્રમના સમાજના લોકો અમદાવાદમાં ભેગા થયા છે. આ બેઠકમાં વિશ્વેશ્વર ભારતી માતાજી પણ હાજર છે. ગુરુ-શિષ્યના વિવાદ પછી પહેલીવાર વિશ્વેશ્વર ભારતી માતાજી સામે આવ્યા છે. જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદમાં ભરતી માતાજી પર પણ આરોપો લાગ્યા છે. ત્યારે વિશ્વેશ્વરી ભારતીએ તેમના પર લાગેલા તમામ આક્ષેપો ફગાવી દીધા છે. દરમિયાન તેઓ રડી પડયા હતા.

હરિહરાનંદ ભારતી બાપુએ ટ્રસ્ટીઓને બોલાવીને કરેલા શક્તિ પ્રદર્શન પછી હવે ઋષિ ભારતીનો વારો છે. ઋષિ ભારતીને 2021થી ટોર્ચર કરતા હોવાનો ભક્તોએ આરોપ લગાવ્યો છે. સરખેજ ભારતી આશ્રમ વિવાદ અંગે ઋષિ ભારતીએ ખુલાસો કર્યો છે. અને પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ઋષિ ભારતીએ કહ્યું કે 2008થી 2021 સુધી મેં ભારતી બાપુની સેવા કરી છે. જે વિવાદ છે તે જમીનનો નથી, અસ્તિત્વનો છે. આ મારા વ્યક્તિગત જીવનનો વિવાદ છે. જે આરોપ લગાવ્યા તેના જવાબ આપતો રહ્યો છું. આજે બધા સમાજના સેવકો આવ્યા છે, અમે બોલાવ્યા નથી જાતે આવ્યા છે, આક્ષેપની સ્પષ્ટતા કરવા આ બેઠક છે.

હરિહરાનંદ બાપુને ઋષિ ભારતીએ પ્રશ્ન કર્યા કે બાપુ સ્વર્ગવાસ થયા ત્યાર બાદ જૂનાગઢનો પ્રશ્ન કેમ ન થયો. કેમ કે ત્યાં તેમના સમાજના લોકો છે. માત્ર સરખેજને લઈને વિવાદ ઉભો કર્યો. આટલો ભેદભાવ શા માટે કરે છે. લંબે નારાયણ આશ્રમ પણ અમારો છે. સાથે જ તેમણે કહ્યું કે ભગવાન ગુરુજીને બુદ્ધિ આપે. આ જગ્યા અન્યની છે. ગામના ક્ષત્રિય સમાજ થકી આ આશ્રમ બનાવ્યો છે. વિશ્વેશ્વરી ભારતી માતાજીને સમાજે બેસાડ્યા છે. તમારો જે ટ્રસ્ટમાં હિસ્સો નથી ત્યાં હક કરવા જાઓ છો. હંમેશા મારા પ્રયાસ એવા રહ્યા કે ભારતી આશ્રમ બાપુએ જે ઉદ્દેશ્ય સાથે બનાવ્યો તે વિશેષ વટવૃક્ષ બને. આશ્રમમાં જાતિવાદ કેમ થાય છે.

ઋષિ ભારતીએ કહ્યું કે જે રૂૂમ બતાવ્યો તે માતાજીનો રૂૂમ હતો. માતાજીના રૂૂમને મારો કેવી રીતે બતાવી શકે. સાથે જ વિશ્વેશ્વરી ભારતી માતાજીના રૂૂમ અંગે તેઓએ કહ્યું કે રૂૂમનો પ્રશ્ન આવ્યો તે માતાજીએ ખુલાસો કર્યો. સ્ત્રી કે પુરુષ હોય બંનેની ગરીમા હોય. આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવા તે યોગ્ય નથી. બાપ થઈ દીકરીને અપમાનિત કરો તે યોગ્ય નથી.

લોકો સાથે એક આત્માનો સબંધ છે. મારા ભક્તોની ભાવના હશે તેની સાથે છું. મારા સેવકો જે નિર્ણય લેશે તે આખરી રહેશે. મેં આશ્રમ છોડ્યો ન હતો, હું બહાર હતો. હું સીએમને મળવા અને અન્ય કાર્યક્રમમાં હતો. પછી જો જાઉં તો સંઘર્ષ થાય, જે સંઘર્ષ ઇચ્છતો નથી એટલે ન ગયો.

વિશ્ર્વેશ્ર્વરી ભારતી ઘ્રુસ્કે ઘ્રુસ્કે રડી પડયા

બાપ ઉઠીને દીકરીને બદનામ કરે તે કેટલું યોગ્ય

ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી પર ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસા આપવામાં આવ્યા હતા. ભારતી આશ્રમમાં સાધુની મર્યાદા વિરુદ્ધના કૃત્યો આશ્રમમાં થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે વિશ્વેશ્વરી ભારતી લંબે નારાયણ આશ્રમમાં પહોંચ્યા હતા અને રડતાં રડતાં તમામ ખુલાસા કર્યા હતા.

વિશ્વેશ્વરી ભારતીએ ખુલાસા કર્યા હતા કે, મારી ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે માતાજીને એક દીકરી છે. આ એકતા છે. એ નાની હતી એના પપ્પા ગુજરી ગયા છે. એના મમ્મીએ બીજા લગ્ન કર્યા છે. આ એક નિરાધાર બાળક છે. જેનું હું ધ્યાન રાખું છું. મેં કોઈ ખરાબ કાર્ય જીવનમાં કર્યું નથી. તેમજ ગુરુજી પણ મારા માટે પિતા સમાન જ છે. કપડાંનો જે વિવાદ છે તે મારા જ કપડાં છે. કારણ કે હું એક લેડીઝ છું તો મારે કપડાંની જરૂૂર પડે છે. મેં અત્યારે પણ આની અંદર લેગિંઝ પહેરેલી છે અને કપડાં પહેરેલા છે.

આ મામલે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું સાધ્વી થઈ છું તો આશ્રમમાં મારો રૂૂમ ના હોય તો બીજે ક્યાં હોય? જે રમકડાની વાત છે તો એ સ્વીકારું છે કે એ અમારી એકતાના છે. અમારા ભક્તોએ ગિફ્ટમાં આપેલા છે. હું કોઈ ખરાબ કામ કરતી નથી. પ્રોપર્ટીનો વિવાદ અલગ છે. હરિહરાનંદ બાપુ મારા બાપ છે. બાપ ઉઠીને દીકરી ઉપર આવા આરોપ લગાવે એ કેટલું યોગ્ય છે.એ રૂૂમ મારો જ છે. ઋષિભારતીનો નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement