રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ફરી વકર્યો હરિહરાનંદબાપુએ બાઉન્સરો સાથે ગાદી સંભાળી

11:58 AM Aug 30, 2024 IST | admin
Advertisement

અગાઉ સમાધાન બાદ અચાનક આશ્રમનો વહીવટ સંભાળી લેતા ભારે ચકચાર

Advertisement

અમદાવાદના સરખેજ સ્થિત આવેલા ભારતી આશ્રમની જમીન પચાવી પાડવા મુદ્દે ગુરુ હરિહરાનંદ અને શિષ્ય ઋષિ ભારતી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે આશ્રમની ગાદી સંભાળી લીધી હતી. પોલીસની હાજરીમાં કોર્ટના ઓર્ડર સાથે તેઓએ પોતાના સમર્થકો સાથે મંદીરમાં પ્રવેશ કર્યો હતો.

પ્રવેશ બાદ મુખ્યમંદીરમાં દર્શન કરી આશ્રમની મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા. આ પહેલા છેલ્લા દોઢ વર્ષથી આશ્રમનો વહિવટ કરતા મહંત રૂૂષી ભારતી સાંજથી જ આશ્રમની બહાર હતા. આ પહેલાં મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજના ભારતી આશ્રમ પર સંચાલનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ભારતી બાપુએ સ્થાપેલા ચાર આશ્રમો પૈકિ ત્રણ આશ્રમનો વહિવટ હરિહરાનંદ બાપુ કરે છે. પરંતુ સરખેજ આશ્રમનો વહિવટ રૂૂષી ભારતી દ્વારા કરવામાં આવતો હતો.

હરીહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટું વસીહત નામું રજૂ કરવાના પણ આક્ષેપો કર્યા હતા. આગામી 5 સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હોવાથી સમગ્ર વિવાદ વધુ વકર્યો હતો. થોડા સમય પહેલા હરીહરાનંદ બાપુના ગુરુભાઈ કલ્યાણભારતી બાપુનો સ્વર્ગવાસ થયો ત્યારે તેમની સમાધિ વખતે રૂૂષીભારતી અને હરીહરાનંદ બાપુ વચ્ચે સમાધાનની વાત સામે આવી હતી, પરંતુ પછી બંને બાપુએ સમાધાનને માત્ર ઔપચારિક ગણાવ્યું હતું. સરખેજ ભારતી આશ્રમની સમગ્ર પ્રોપર્ટી આશરે 50 કરોડથી વધુ રકમની છે.

હરિહરાનંદ બાપુએ જણાવ્યું કે, તમામ ટ્રસ્ટ મંડળે મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યો છે જેથી હવે તમામ આશ્રમનો વહીવટ હું જ કરીશ. સાથે જ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરેલા ઠરાવને પણ ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બાકી રહેલા ચાતુર્માસ દરમિયાન હું અહીંયા જ અનુષ્ઠાન કરવાનો છું. સરખેજ ભારતીય આશ્રમનો વહીવટ હવે મારા દ્વારા જ કરવામાં આવશે.

Tags :
ahemdabadahemdabadnewsgujaratgujarat newsHariharananda Bapusarkhejbhartiashram
Advertisement
Next Article
Advertisement