રાજકોટમાં રવિવારે સરદારધામ ‘ભૂમિવંદના’ કાર્યક્રમ
રાજકોટ ખાતે, સૌરાષ્ટ્રના ઉજ્વળ ભવિષ્ય માટે સરદારધામ દ્વારા ‘ભૂમિવંદના’કાર્યક્રમનું ભવ્યઆયોજન કરવામાં આવી રહ્યું છે. સરદારધામ એક એવી ભવિષ્યનિર્માતા સંસ્થા બનશે, જે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓના જોડાણ સાથે સાથે, તેમાં વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક તથા વ્યાવસાયિક વિકાસનેઆધાર આપતી પ્રવૃત્તિઓનું આયોજન કરશે. આ ભવન સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના વિકાસ માટે કેન્દ્રબિંદુ સાબિત થશે. આ ભવન રાજકોટના કણકોટ ખાતે કુલ 40,000 વાર જગ્યામાં નિર્માણ પામશે. અંદાજે 100 કરોડના ખર્ચે તૈયાર થનાર આ કેમ્પસમાં દીકરા તેમજ દીકરીઓ માટે છાત્રાલય, સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, સિવિલ સર્વિસ કેન્દ્ર,ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન, યુવા સંગઠન, સ્પોર્ટ સંકુલ, સામાજિક માર્ગદર્શન કેન્દ્ર જેવા વિવિધ વિભાગો દ્વારા સામાજિક ઉત્થાનનું ઉત્કૃષ્ટ કામ થનાર છે.
ઉલ્લેખનીય છે કે ગત ૠઙઇજ 2024 ના પ્રસંગે સરદારધામ પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા એ સમગ્ર સૌરાષ્ટ્ર ટીમ પર વિશ્વાસ રાખી સંકલ્પ કરેલો કે આવનારા સમયમાં રાજકોટમાં જ્યાં સુધી ભૂમિપૂજનનું કાર્ય નહીં થાય ત્યાં સુધી હું રાજકોટની ધરતી પર પગ નહીં મુકું જે સંકલ્પ આજે સિદ્ધ થવા જઈ રહ્યો છે આ મહત્ત્વપૂર્ણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશિષ્ટ ઉપસ્થિતિમાં ભૂમિ વંદના કરશે.ઉપરાંત આ ક્ષણે મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રી ભારત સરકાર, રાઘવજીભાઈ પટેલ કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર, પરસોતમભાઈ રૂૂપાલા સાંસદ સભ્ય રાજકોટ, ગોવિંદભાઈ ધોળકિયા રાજ્ય સભાના સાંસદ જેવા રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે, તદુપરાંત મૌલેશભાઈ ઉકાણી, ચંદુભાઈ વિરાણી, ધનજીભાઈ પટેલ, જીવનભાઈ ગોવાણી જેવા પાટીદાર સમાજના ઉદ્યોગિક આગેવાનો પણ આ તકે ખાસ હાજરી આપશે, સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના તમામ ટ્રસ્ટીઓ પણ હાજર રહીને કાર્યક્રમની મહિમા વધારશે. જેની માહિતી સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી નિલેશ ધુલેશીયા અને પ્રમુખ પરેશ ગજેરા ઉપરાંત સરદારધામ પ્રમુખ સેવક ગગજી સુતરીયા એ આપી હતી.