For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરદાર સરોવર નર્મદા ડેમ 52 અને ઉકાઈ ડેમ 32 ટકા ભરાયો

04:41 PM Jul 01, 2024 IST | Bhumika
સરદાર સરોવર નર્મદા ડેમ 52 અને ઉકાઈ ડેમ 32 ટકા ભરાયો
Advertisement

સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ પડી રહેલા વરસાદને કારણે નદી-નાળા અને ડેમ છલકાઇ રહ્યા છે. ઘણા જિલ્લામાં પાણી ભરાઇ જવાની ઘટનાઓ પણ સામે આવી છે.

ઘણા ગામોમાં પાણી ભરાઇ જવાને કારણે સંપર્ક કપાઇ ગયો છે. આવામાં રાજ્યના 207 ડેમમાં પાણીની આવક થઇ રહી છે. 30 જૂનના રોજ બપોરના સમયે, ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ 4,920.54 એમસીએ જળ સંગ્રહ અને 120.01 મીટર લેવલ સાથે 52.01 ટકા ભરેલો હતો. ગુજરાતનો બીજો સૌથી મોટો ઉકાઈ ડેમ 105.16 મીટરના પૂર્ણ સ્તરની સામે 93.16 મીટરના સ્તરે 2,384 એમસીએમ સંગ્રહ સાથે 32.16 ટકા ભરેલો હતો. ગુજરાતનો ત્રીજો સૌથી મોટો કડાણા ડેમ 127.72 મીટરના પૂર્ણ સ્તરની સામે 118.19 મીટરના સ્તરે 477.37 ળભળ સંગ્રહ સાથે 38.21 ટકા ભરેલો હતો. 120 ક્યુસેક ઇનફ્લો સામે 900 ક્યુસેક પાણી ડાઉનસ્ટ્રીમમાં નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નોંધપાત્ર ઇનફ્લો પૈકી ભાદર2 ડેમમાં 1422 ક્યુસેક, શેત્રુંજી 807 ક્યુસેક, વણાકબોરી 900 ક્યુસેક, દમણગંગા 678 ક્યુસેક, મચ્છુ 253 ક્યુસેકની આવક થઈ રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement