સરદાર સરોવર છલકાવામાં 10 ફૂટનું છેટું, સવારે દરવાજા ખોલાશે
ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમની સપાટી 135.65 મીટર પહોંચી, ત્રણ જિલ્લામાં એલર્ટ
મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર કરી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પાણી આવક વધી રહી છે, ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 135.61 મીટર પહોંચતા નર્મદા ડેમ 89.85 ટકા ભરાયો છે, ત્યારે ડેમનું પાણી નદીમાં છોડવામાં આવશે.
જેથી આવતીકાલે સવારે 8 વાગ્યાની આસપાસ નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવશે. જેને લઈને નર્મદા, ભરૂચ, વઢોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, નર્મદા ડેમ મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે ઉપરવાસમાં વરસાદ થતાં હાલની ડેમની સપાટી 135.61મીટર છે.
નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, ત્યારે ડેમ પૂર્ણ સપાટીએ પહોંચવામાં ફકત 3 મીટર દૂર છે. તેવામાં નર્મદા ડેમમાં ઉપરવાસ માંથી 1,41,618 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 15000 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે.
જ્યારે નદીમાં પાણીની જાવક 46,037 ક્યુસેક અને કેનાલમાં પાણીની જાવક 5242 ક્યુસેક છે. નર્મદા ડેમમાં પાણીનો ટોટલ સ્ટોરેજ જથ્થો 8500 એમએમ છે, જેથી ડેમમાં હાલ 90 ટકા પાણી છે.