રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સરદાર સરોવર ડેમ 60 ટકા ભરાયો, રાજયના 47 જળાશયો છલકાતા હાઇએલર્ટ

04:01 PM Aug 05, 2024 IST | admin
Advertisement

10 જળાશયો 90 ટકાથી 100 ટકા અને 42 ડેમ 50 ટકા સુધી ભરાયા

Advertisement

ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 60 ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,04,901 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.33 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,25,972 એમ. સી. એફ. ટી.એટલે કે કુલ સંગ્રહ શક્તિના 58.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 47 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે 10 જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 38 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે.
આ ઉપરાંત સરદાર સરોવર સહિત 21 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 42 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવરમાં 92,867 ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં 83,985 ક્યુસેક, દમણગંગામાં 53,456 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 70.32 ટકા, સૌરાષ્ટ્રના 141 માં 52.68 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.15 ટકા, મધ્ય ગુજરાતના 17માં 45.26 ટકા તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 28.39 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપત્તિ વિભાગે જણાવ્યું છે.

Tags :
60 percent fullgujaratgujarat newsreservoirs of the state are on high alertSardar Sarovar Dam
Advertisement
Next Article
Advertisement